શ્રીનગરમાં રેલવે ક્રોસિંગ નજીક IED મળ્યું, આતંકવાદીઓનું વધું એક કાવતરું નિષ્ફળ
સુરક્ષા

કાશ્મીરમાં કોરોના પછી આજે રેલવે સેવાઓ શરૂ થવાની છે, આવી સ્થિતિમાં આજે રેલવે ક્રોસિંગ નજીક IED ફરીથી મળી આવે તે આતંકવાદીઓની જોખમી યોજનાનો સંકેત આપે છે.

  • નૌગમ નજીક મળી આવ્યો IED
  • સુરક્ષા દળોએ IEDને બનાવ્યો નિષ્ફળ
  • IED મુકવાના ચાર લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા હતા: આરોપી

જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં કેહનિમા-નૌગમ સ્ટેશન નજીક રેલવે ક્રોસિંગ પર એક શંકાસ્પદ બેગમાંથી IED મળી આવી હતી, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યા છે. હકીકતમાં, ઘટના સ્થળે એક શંકાસ્પદ બેગ મળી આવ્યા બાદ સુરક્ષા દળોએ તેમના અધિકારીઓને જાણ કરી હતી, ત્યારબાદ તપાસમાં બેગની અંદર IEDની પુષ્ટિ થઈ હતી. બેગ મળ્યા બાદ અહીં ટ્રાફિક બંધ કરાયો હતો. કાશ્મીરમાં કોરોના બાદ આજે રેલવે સેવાઓ શરૂ થવાની છે, આવી સ્થિતિમાં આજે રેલવે ક્રોસિંગની નજીક IED ફરીથી મળી આવવું આતંકવાદીઓની જોખમી યોજનાને સૂચવે છે. એક અધિકારીએ કહ્યું કે, હવે જમ્મુ-કાશ્મીરના આતંકવાદીઓએ તેમની વ્યૂહરચના બદલી છે, તેઓ IED દ્વારા વધુ વિનાશ કરવા માંગે છે, પરંતુ પોલીસ અને સુરક્ષા દળો તેમની યોજનાને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

જમ્મુમાં IED જપ્તી કેસમાં વધુ એકની ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં મળી આવેલા શક્તિશાળી અત્યાધુનિક વિસ્ફોટક ઉપકરણ (આઈઈડી) કેસમાં પોલીસે આતંકવાદી સંગઠન અલ બદર સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડ કરી હતી. 13 ફેબ્રુઆરીએ પોલીસે જમ્મુના બસ સ્ટેશન વિસ્તારમાંથી એક નર્સિંગ વિદ્યાર્થી પાસેથી લગભગ 7 કિલોગ્રામ IED મળી હતી. આ જપ્તી સાથે પોલીસે પુલવામા હુમલાની બીજી વર્ષગાંઠ પર ગીચ વિસ્તારમાં વિસ્ફોટના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો.

જમ્મુ ડિવિઝનના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ મુકેશસિંહે કહ્યું કે, પોલીસે જમ્મુ બસ સ્ટેન્ડ નજીક સોહેલ બશીર શાહ પાસેથી IED મળી આવેલા કેસમાં રાહુ હુસેન ભટ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. ભટ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના બેટબેગ હનીપુરા ગામનો રહેવાસી છે. તે આતંકવાદી સંગઠન અલ બદર સાથે સંકળાયેલો છે. તે આતંકવાદી સંગઠનને પરિવહન સુવિધા પ્રદાન કરવાની કાવતરામાં સામેલ છે. જમ્મુમાં IED વિસ્ફોટ કાવતરું ચલાવવા માટે તે તેના પાકિસ્તાની અધિકારીઓ સાથે સીધો સંપર્કમાં હતો."

અધિકારીની સંવાદદાતા સાથેની વાતચીત...

અધિકારીએ જણાવ્યું કે, દરોડા દરમિયાન ભટને તેના વતન શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. IED કેસમાં આ પાંચમી ધરપકડ છે. આ પહેલા 14 ફેબ્રુઆરીએ સિંહે જાણ કરી હતી કે -શાહ, જે પુલવામા જિલ્લાના નેવા ગામનો છે, ચંદીગઢની એક કોલેજમાંથી નર્સિંગનો અભ્યાસ કરે છે અને આતંકવાદી સંગઠન અલ બદર સાથે સંકળાયેલા તેના પાકિસ્તાની બોસે તેમને IED લગાવવાનું કામ સોંપ્યું હતું. તેમણે સંવાદદાતાઓને કહ્યું, "તેમને IED ક્યાં મૂકવા તે ચાર લક્ષ્યાંક આપવામાં આવ્યા હતા. તેમાં પ્રખ્યાત રઘુનાથ મંદિર, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને લખતાતા બજાર (સરાફા બજાર)નો સમાવેશ થાય છે. કામ પૂર્ણ કર્યા પછી, તેમણે શ્રીનગર જવાની યોજના બનાવી ફ્લાઇટમાં જવાનું હતું. શાહ સિવાય જે લોકો પકડાયા છે તેમાં અખ્તર શકીલ ખાન, કાઝી વસીમ, આબીદ નબીનો સમાવેશ થાય છે.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2019 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2019 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.