પુડુચેરીમાં નારાયણસામીની સરકાર ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ, સરકાર પડી ભાંગી
પુડુચેરીઃ

વિધાનસભામાં કોંગ્રેસ બહુમત સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે. સ્પીકરે ઘોષણા કરી હતી કે, સરાકર પાસે બહુમત નથી. ત્યાર બાદ મુખ્યપ્રધાન વી. નારાયણસામીની વિદાય હવે નક્કિ થઈ ચૂકી છે. વિધાનસભાની વર્તમાન સ્થિતિ મુજબ તેમને બહુમત માટે 14 ધારાસભ્યોનું સમર્થન જરૂરી હતું. પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યપ્રધાન નારાયણસામીએ દાવો કર્યો હતો કે તેમની પાસે ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી બહુમત છે. સ્પીકરે કહ્યું કે, મુખ્યપ્રધાન નારાયણસામી બહુમત ગુમાવી ચૂકી છે. ત્યારબાદ અંતે મુખ્યપ્રધાન નારાયણસામીએ ઉપરાજ્યપાલને રાજીનામું આપી દીધું છે.

  • બહુમત સાબિત ના કરી શક્યા મુખ્યપ્રધાન
  • મુખ્યપ્રધાન વી. નારાયણસામીએ ઉપરાજ્યપાલને આપ્યું રાજીનામું
  • આવતા મહિને વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે

પુડુચેરીઃ વિધાનસભામાં કોંગ્રેસ બહુમત સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે. સ્પીકરે ઘોષણા કરી હતી કે, સરાકર પાસે બહુમત નથી. ત્યારબાદ મુખ્યપ્રધાન વી. નારાયણસામીની વિદાય હવે નક્કિ થઈ ચૂકી છે. એટલે કે હવે કોંગ્રેસ પાસે 12 ધારાસભ્યોનુ સમર્થન હતું, વિધાનસભાની વર્તમાન સ્થિતિ મુજબ તેમને બહુમત માટે 14 ધારાસભ્યોનું સમર્થન જરૂરી હતું. પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યપ્રધાન નારાયણસામીએ દાવો કર્યો હતો કે, તેમની પાસે ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી બહુમત છે. સ્પીકરે કહ્યું કે, મુખ્યપ્રધાન નારાયણસામી બહુમત ગુમાવી ચૂકી છે. ત્યારબાદ અંતે મુખ્યપ્રધાન નારાયણસામીએ ઉપરાજ્યપાલ તમિલીસઈ સૌંદરાજનને રાજીનામું આપી દીધું છે.

ચાર ધારસભ્યએ રાજીનામું આપ્યું હતું

તમને જણાવી દઈએ કે, છેલ્લાં થોડાક દિવસોમાં ચાર ધારસભ્યએ રાજીનામું આપ્યું છે. હવે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય લક્ષ્મીનારાયણના રાજીનામા સાથે રાજીનામા આપનારની સંખ્યા 5 થઈ ચૂકી છે. ગઠબંધનવાળી DMKના ધારાસભ્યએ પણ રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય કે. લક્ષ્મીનારાયણ અને DMKના ધારાસભ્ય વેંકટેશનના રાજીનામા બાદ 33 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ-DMK ગઠબંધનના ધરાસભ્યોની સંખ્યા ઘટીને 11 થઈ હતી. જ્યારે વિપક્ષીય પાર્ટીમાં 14 ધારાસભ્યો છે, લક્ષ્મીનારાયણ અને વેંકટેશને વિધાનસભા અધ્યક્ષ વી. વી. શિવકોલુંધુંને તેમના ઘરે પોતાનું રાજીનામું આપ્યું હતું.

નારાયણસામીની આગેવાનીવાળી સરકાર બહુમતી ગુમાવી ચૂકીઃ લક્ષ્મીનારાયણ

રાજીનામા બાદ લક્ષ્મીનારાયણે પત્રકારોને જણાવ્યું હતું કે, નારાયણસામીની આગેવાનીવાળી સરકાર બહુમતી ગુમાવી ચૂકી છે. વધુમાં જણાવ્યું હતું કે, તેમણે પક્ષના સભ્યપદથી રાજીનામું પણ આપી દીધું છે. વેંકટેશને કહ્યું કે તેમણે માત્ર ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને તેઓ DMKનો ભાગ રહેશે.

રાષ્ટ્રપતિ શાસનની શક્યતા

તાજેતરમાં અહી ઉપરાજ્યપાલ કિરણ બેદીને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને તેલંગાણાના રાજ્યપાલ તમિલીસઈ સૌંદરાજનને પુડુચેરીની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. જો નારાયણસામી આજે પોતાનું બહુમત સાબિત કરવામાં નિષ્ફળ જશે તો પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકાર પડી ભાંગી છે અને હવે અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવી શકે છે.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.