UP સરકારે રજૂ કર્યું રૂ. 5.5 લાખ કરોડનું બજેટ, ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય
UP

ઉત્તરપ્રદેશ સરકારે પોતાનું જેટ રજૂ કરી દીધું છે. આ બજેટ પહેલી વખત પેપરલેસ હતું, જેમાં ખેડૂતો પર વધારે જોર આપવામાં આવ્યું છે. આ વખતે ઉત્તરપ્રદેશ સરકારનું બજેટ રૂ. 5.5 લાખ કરોડનું છે. આ બજેટમાં નાણા પ્રધાન સુરેશ ખન્નાએ અયોધ્યામાં બની રહેલા એરપોર્ટ માટે રૂ. 101 કરોડ આપવાની જોગવાઈ કરી છે. તેમણે કહ્યું કે, અયોધ્યામાં બની રહેલા આ એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ હશે. નાણા પ્રધાનના આ નિવેદનનું લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું. આ સાથે જ ગૃહ જયશ્રી રામના નારાથી ગુંજી ઊઠ્યું હતું. જુઓ આ બજેટમાં કોને શું મળ્યું?

  • યોગી સરકારે પહેલી વખત પેપરલેસ બજેટ રજૂ કર્યું
  • ખેડૂતોના વિકાસ અને આવક બમણી કરવા પર મૂકાયો ભાર
  • મહિલા શ્રમિકોને સમાન વેતન આપવા માટે કમિટી બનાવાશે

નવી દિલ્હીઃ યોગી સરકારે આજે સોમવારે પોતાની સરકારનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરી દીધું છે. પહેલી વખત યુપી સરકારે પેપરલેસ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ખેડૂતો ઉપર વધુ જોર આપવામાં આવ્યું છે. આ બજેટલ ગયા વર્ષની સરખામણીમાં રૂ. 37,410 કરોડથી વધારે છે. આ બજેટમાં રૂ. 27,598 કરોડતની નવી યોજનાની જોગવાઈ કરવામાં આવી છે.

'દરેક ઘરે વીજળી પહોંચાડવા સરકાર કટિબદ્ધ'

નાણા પ્રધાને જણાવ્યું હતું કે, શેરડીના ખેડૂતોને રૂ. 1.23 લાખ કરોડથી વધારે ચૂકવવામાં આવશે. સરકારે ખેડૂતો માટે 15 હજાર સોલાર પંપની પણ સ્થાપના કરવાનું લક્ષ્ય રાખ્યું છે. દરેક ઘરે પાણી, દરેક ઘરે વીજળી, દરેક ગામમાં પાકા રસ્તા અને ગામમાં બેન્કિંગ સુવિધી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બજેટમાં ખેડૂતો માટે શું વિશેષ?

નાણા પ્રધાન સુરેશ ખન્નાના જણાવ્યાનુસાર, ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય છે. આ માટે રાજ્યમાં વધારે ઉત્પાદકતાવાળા પાકની ઓળખ કરવામાં આવશે.

  • ખેડૂતોને રાહતદરે ઉછીના નાણાં અપાશે, આ માટે રૂ. 400 કરોડની ધનરાશિનો પ્રસ્તાવ
  • ખેડૂતોને મફત પાણીની સુવિધા માટે રૂ. 700 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
  • બ્લોક સ્તર પર ખેડૂત ઉત્પાદન સંગઠનોની સ્થાપના કરવામાં આવશે. આ માટે રૂ. 100 કરોડની જોગવાઈ
  • મુખ્યમંત્રી ખેડૂત દુર્ઘટના કલ્યાણ યોજના હેઠળ રૂ. 600 કરોડનું બજેટ ફાળવાયું
  • પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન અંતર્ગત નાણાકીય વર્ષ 2021-22માં 15 હજાર સોલાર પંપની સ્થાપનાનું લક્ષ્ય

મજૂરો માટેની જાહેરાત

મુખ્યમંત્રી પ્રવાસી શ્રમિક ઉદ્યમતા વિકાસ યોજનાની જાહેરાત, શ્રમિકોને સ્વરોજગાર અને રોજગાર ઉપબલ્ધ કરાવવા માટે રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમિકો, અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા માટે મુખ્યમંત્રી દુર્ઘટના વીમા યોજનાની જાહેરાત કરાઇ છે.

અન્ય પ્રમુખ જાહેરાત

  • મહિલા શ્રમિકોને સમાન વેતન આપવા માટે કમિટી બનાવાશે
  • મેરઠમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત
  • દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવામાં આવશે
  • બુંદેલખંડ એક્સપ્રેસ વે માટે રૂ. 1492 કરોડનું બજેટ
  • કોરોના રસીકરણ માટે રૂ. 50 કરોડની ફાળવણી
  • આગ્રા મેટ્રો માટે રૂ. 471 કરોડ, કાનપુર મેટ્રો માટે રૂ. 597 કરોડનું બજેટ
  • અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ કરવાની જાહેરાત
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.