
આજે અઠવાડિયાના બીજા દિવસે એટલે કે મંગળવારે શેરબજાર તેજી સાથે શરૂ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 225.67 પોઈન્ટના વધારા સાથે 49,969.99ના સ્તર પર ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 68.30 પોઈન્ટના વધારા સાથે 14,744ના સ્તરે ખૂલ્યો હતો.
- શેરબજારમાં મંગળવારનો દિવસ ઉથલપાથલ સાથે શરૂ થયો
- હજી સુધી 53 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી
- શેરબજારની શરૂઆતમાં 265 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે
મુંબઈઃ શેરબજારમાં મંગળવારનો દિવસ ઉથલપાથલ સાથે શરૂ થયો હતો. 1032 શેરમાં તેજી જોવા મળી છે. જ્યારે 265 શેરમાં ઘટાડો થતો જોવા મળ્યો છે. આ સાથે જ 53 શેરમાં કોઈ પરિવર્તન જોવા નથી મળ્યું. આ પહેલા સોમવારે બીએસઈ ઈન્ડેક્સમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ રોકાણકારોના રૂ. 3.7 લાખ કરોડની મૂડી ડૂબી ગઈ છે. કાલે સેન્સેક્સમાં છેલ્લા બે મહિનામાં એક દિવસનો મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે શેરબજાર બંધ થતા પહેલા બીએસઈની સૂચિબદ્ધ કંપનીઓની બજાર મૂડી રૂ. 3.71 કરોડથી ઘટીને રૂ. 2 કરોડ થઈ ગઈ હતી.
દિવસ દરમિયાન મોટી ઉથલપાથલ જોવા મળવાની સંભાવના
શેરબજારની ચાલી આ સપ્તાહમાં મર્યાદિત જોવા મળશે તેવું લાગી રહ્યું છે. મંગળવારે શેરબજાર તેજી સાથે શરૂ થયું છે. શરૂઆતમાં સેન્સેક્સ 225.67 પોઈન્ટ (0.45 ટકા)ના વધારા સાથે 49,969.99ના સ્તર પર ખૂલ્યું છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 68.30 પોઈન્ટ એટલે કે 0.47 ટકા સાથે 14,744ના સ્તર પર રહ્યો છે. હજી પણ દિવસ દરમિયાન મોટી ઉથલપાથલ થાય તેવી સંભાવના છે.