Gtuના અધ્યાપકોની ઇનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ
Gtuના

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ટેક્નિકલ શિક્ષણમાં સમગ્ર દેશમાં અગ્રણીય હરોળમાં સ્થાન ધરાવે છે. દરેક પ્રકારના ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે Gtu હંમેશા કાર્યરત હોય છે.

  • Gtu ના બે અધ્યાપકોની ઇનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ
  • કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નિયુક્તિ કરાઈ
  • અધ્યાપક ડૉ.કૌશલ ભટ્ટ અને તુષાર પંચાલની ઈનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરાઈ

અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ટેક્નિકલ શિક્ષણમાં સમગ્ર દેશમાં અગ્રણીય હરોળમાં સ્થાન ધરાવે છે. દરેક પ્રકારના ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે Gtu હંમેશા કાર્યરત હોય છે. આત્મનિર્ભર ભારત અભિયાનના પાયાના એકમ એવા ઈનોવેશન અને સ્ટાર્ટઅપમાં પણ Gtu દ્વારા વિશેષ પ્રમાણમાં કાર્ય કરવામાં આવે છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા Gtuના અધ્યાપક ડૉ.કૌશલ ભટ્ટ અને તુષાર પંચાલની ઈનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરાઈ છે.

Gtuના અધ્યાપકોની ઇનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ
Gtuના અધ્યાપકોની ઇનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ

અધ્યાપકોને અભિનંદન પાઠવવામાં આવ્યા

એઆઈસીટીઈ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલાયના ઈનોવેશન સેલ દ્વારા દેશની તમામ ટેક્નિકલ યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી અધ્યાપકોની અરજી મંગાવવામાં આવી હતી. Gtu સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટના 2 અધ્યાપકોએ ટ્રેનિંગ અને ત્યારબાદ પરીક્ષામાં ઉતિર્ણ થઈને ઈનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ થયા છે. આગામી સમયમાં તેઓ રાજ્યમાં ઈનોવેશન, ડિઝાઈન થિકિંગ, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અને ઈનોવેશન સંબધીત સરકારી યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરશે. ત્યારે આગામી સમયમાં Gtu અનેક શેત્રમાં આગળ વધે તે માટેના કર્યો કરવામાં આવશે. જ્યારે gtuના કુલપતિ દ્વારા બને અધ્યાપકને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.