અમદાવાદના ભાઈપુરા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય
Ahmedabad

અમદાવાદના ભાઈપુરા વિસ્તારના ભાજપના ઉમેદવારોની પેનલનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર મીરા રાજપૂત, વાસંતી પટેલ, ગૌરાંગ પ્રજાપતિ અને કમલેશ પટેલનો વિજય થયો છે અને તે આગામી સમયમાં સારું કામ કરશે તેવી આશા પ્રગટ કરી હતી.

  • ભાઈપુરા વિસ્તારના ભાજપના ઉમેદવારોની પેનલનો વિજય થયો
  • આગામી સમયમાં સારું કામ કરશે તેવી આશા પ્રગટ કરી
  • અમદાવાદમાં કોંગ્રેસે આખરે ખાતું ખોલાવ્યું
    અમદાવાદના ભાઈપુરા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય

અમદાવાદ: શહેરના ભાઈપુરા વિસ્તારના ભાજપના ઉમેદવારોની પેનલનો વિજય થયો છે, ભાજપના ઉમેદવાર મીરા રાજપૂત, વાસંતી પટેલ, ગૌરાંગ પ્રજાપતિ અને કમલેશ પટેલનો વિજય થયો છે અને તેઓ આગામી સમયમાં સારું કામ કરશે તેવી આશા પ્રગટ કરી હતી.

દરિયાપુર અને દાણીલીમડા વોર્ડમાંથી કોગ્રેસની પેનલની જીત

અમદાવાદમાં ગુજરાત કૉલેજ ખાતે મતગણતરી કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદમાં કોંગ્રેસે આખરે ખાતું ખોલાવ્યું છે. દરિયાપુર અને દાણીલીમડા વોર્ડમાંથી કોગ્રેસની પેનલની જીત થઈ છે

ગોતા, સરદારનગરમાં ભાજપની જીત

મહાનગરોમાં સારા પરિણામોને જોતાં ભાજપ જીતનો જશ્ન મનાવશે અને આ જશ્નમાં સીએમ રૂપાણી હાજર રહે તેવી સંભાવના છે. અમદાવાદ ખાનપુર કાર્યાલય ખાતે જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

  • સૈજપુર બોઘા, નવા વાડજ વોર્ડમાં ભાજપની જીત
  • નિકોલમાં ભાજપ પેનલની જીત
  • નવરંગપુરા અને ખોખરામાં ભાજપની પેનલ જીતી
  • થલતેજ, વસ્ત્રાલ, જોધપુરના વોર્ડમાં ભાજપની જીત

અમદાવાદમાં પોલીસ- ભાજપ કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. પૂર્વ કોર્પોરેટર બિપિન સિક્કાની પોલીસ સાથે માથાકૂટની ઘટના સામે આવી છે. મતગણતરી કેન્દ્રમાં જવા બાબતે બોલાચાલી થઈ હતી.

ગુજરાત કૉલેજ અને એલ.ડી. એન્જિનીયરિંગ કૉલેજ ખાતે મતગણતરી કરાઈ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ગત રવિવારે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 42.51 ટકા મતદાન થયું હતું. જેની મતગણતરી આજે મંગળવારે ગુજરાત કૉલેજ અને એલ.ડી. એન્જિનીયરિંગ કૉલેજ ખાતે કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં 48 વોર્ડની 191 બેઠક ઉપર ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના 191, કોંગ્રેસના 188 અને અન્ય પાર્ટીના ઉમેદવારો મળીને કુલ 773 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.