
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત 6 મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. કોરોના કાળમાં બીજી વાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પૂજનીય સંતોએ આજે વહેલી સવારે મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું.
- મતદાનને લઈ સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો
- મહાનગરપાલિકામાં સત્તા માટે મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે
- મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પૂજનીય સંતોએ મતદાન કર્યું
અમદાવાદઃ રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત 6 મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. મતદાનને લઈ સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકામાં સત્તા માટે મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. પણ કેટલીક બેઠકો પર આમ આદમીના ઉમેદવારો મેદાનમાં હોઈ ત્રિપાંખિયો જંગ જામશે.

સ્વામિનારાયણ ગાદીના પૂજનીય સંતોએ કર્યું મતદાન
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પૂજનીય સંતોએ આજે વહેલી સવારે મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. 80 વર્ષની ઉંમરના પૂજનીય સંત ગોવિંદપ્રિયદાસજી સ્વામીએ પણ ઉમંગભેર મતદાન કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે. સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.