અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્યું મતદાન
ETV

આજે રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે કેન્દ્રીય ગૃહુપ્રધાન અમિત શાહ પણ મતદાન કરવા દિલ્હીથી અમદાવાદ આવ્યા છે. તેમણે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું અને ત્યારબાદ તેમણે કામેશ્વર મહાદેવના દર્શન કર્યાં હતા.

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કર્યું મતદાન
  • નારાનપુરાની AMC સબઝોનલ ઓફિસે કર્યું મતદાન
  • સવારે 10:30 કલાકે કર્યું મતદાન
    અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્યું મતદાન

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણી ગુજરાતમાં યોજાઇ રહી છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતાનો વોટ આપવા ગઈકાલે શનિવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે રવિવારે સવારે તેમણે પોતાના રહેણાંક વિસ્તાર નારણપુરા ખાતે લગભગ 10:30 કલાકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સબ ઝોનલ ઓફિસ ખાતે પોતાનો મત આપ્યો હતો.

ETV BHARAT
અમિત શાહ

પોતાના પરિવાર સાથે મત આપવા પહોંચ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાનના આગમનને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેર પ્રભારી આઇ.કે.જાડેજા, ભાજપના અમદાવાદના શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પૂર્વ મેયર ગૌતમ શાહ, નારણપુરા વોર્ડના ભાજપના ઉમેદવારો અને પૂર્વ કોર્પોરેટરો સાથે ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન પોતાના પરિવાર સાથે મત આપવા પહોંચ્યા હતા. જેમાં તેમના પુત્ર જય શાહ અને પૌત્રી પણ ઉપસ્થિત હતા. મત આપ્યા બાદ અમિત શાહે મતદાન મથકની બાજુમાં આવેલા કામેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.

ETV BHARAT
અમિત શાહ

વિકાસની યાત્રા ગુજરાતથી શરૂ થઈ છે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કેન્દ્રથી લઇને સ્થાનિક સરકાર સુધી તમામ સરકારો વિકાસનું કામ કરે છે. પહાડી વિસ્તાર, જંગલ વિસ્તાર, રણ વિસ્તારથી લઈને મેદાની વિસ્તારમાં વિકાસના કાર્ય થયા છે. આ વિકાસની યાત્રાની શરૂઆત ગુજરાતથી થઈ હતી. આજે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય મેળવશે.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.