ભાવનગરમાં રાજ્યપ્રધાન વિભાવરી દવેએ મતદાન કર્યું

ભાવનગર મહાનગરપાલિકા માટે પ્રધાન વિભાવરીબેન દવેએ મતદાન કર્યું હતું. પોતાના વોર્ડ તખતેશ્વરમાં જઈ પ્રધાને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે મતદાન દરમિયાન તમામ લોકોએ મતદાન કરવું જોઈએ તેવી અપીલ પણ કરી હતી.
- પ્રધાન વિભાવરી દવેએ તમામ લોકોને મતદાન કરવાની કરી અપીલ
- પ્રધાન વિભાવરી દવેએ પોતાના વોર્ડ તખ્તેશ્વરમાં કર્યું મતદાન
- સૌ કોઈ મતદાન કરી લોકશાહી પર્વમાં ભાગ લેઃ પ્રધાન
ભાવનગરઃ ભાવનગરમાં પ્રધાન વિભાવરી દવેએ પોતાના વોર્ડ તખતેશ્વરમાં મતદાન કર્યું હતું. આ સાથે જ તેઓએ ઈટીવી ભારત થકી અન્ય મતદારોને મતદાન કરવાની અપીલ પણ કરી હતી. ભાવનગર મહાનગરપાલિકામાં મતદાન દિવસે પ્રધાન વિભાવરીબેન દવે પણ પોતાના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. અહીં પ્રધાને હાલમાં નવા વોર્ડ તખ્તેશ્વરમાં આવતા તેમના મતદાન કેન્દ્ર પર જઈને તેમને મતદાન કર્યું હતું.
પ્રધાન વિભાવરી દવેએ પોતાના વોર્ડ તખ્તેશ્વરમાં કર્યું મતદાન