રાજ્યની સરહદ પર હવે થર્મલ સ્ક્રિનિંગ થશે, કોરોના સંક્રમણમાં વધારો
gujarat

દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી, પરંતુ સરકાર દ્વારા લગાવવવામાં આવેલા રાત્રિ કરફ્યૂના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 315 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 272 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.70 ટકા નોંધાયો છે.

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 315 પોઝિટિવ કેસ
  • છેલ્લાં 24 કલાકમાં એક મોત
  • કુલ 8,13,582 લોકોનું રસીકરણ કરાયું

ગાંધીનગર : દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ સતત કથળી રહી હતી, પરંતુ સરકારના રાત્રિ કરફ્યૂના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. ગત 24 કલાકમાં કુલ 315 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 272 દર્દીઓને રજા આપવામાં આવી છે, આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.70 ટકા નોંધાયો છે.

હવે રાજ્યની સરહદ પર ચેક પોસ્ટ ઉભી કરાઈ

કોરોનામાં ગુજરાતની આસપાસના રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં જે રીતના કેસ વધી રહ્યાં છે. તેને ધ્યાનમાં લઈને હવે ગુજરાતનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. જેમાં પડોશી રાજ્યોમાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ખોડલ ચેક પોસ્ટ ઊભી કરી તમામ યાત્રિકોનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ ટ્રેનિંગ વ્યવસ્થા ઊભી કરાઇ છે. આમ દેશ-વિદેશથી આવતા તમામ યાત્રિકોને સ્ક્રિનિંગ કરવામાં આવશે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

10 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહીં

ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 10 જિલ્લા જેવા કે, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ કુલ 10 જિલ્લાના કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

કેટલા લોકોનું થયું રસીકરણ પૂર્ણ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે, અત્યાર સુધીમાં કુલ 8,13,582 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે અને 67,300 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 28,000 સેન્ટર પર ત્રીજા તબક્કાની વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેમાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને ત્રીજા તબક્કામાં વ્યક્તિને આપવામાં આવશે. જ્યારે ગુજરાતમાં 1.5 કરોડ વ્યક્તિનો 50 વર્ષની ઉંમર ધરાવતા લોકોના ડેટા તૈયાર કરવામાં આવ્યાં છે. આમ કેન્દ્ર સરકારની જાહેરાત બાદ તરત જ ત્રીજા તબક્કાની વેક્સિનની કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે, તો રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 1,732 સક્રિય કેસ છે. જેમાં 30 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યાં છે અને 1,702 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યા સુધીમાં કુલ 2,62,281 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,406 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 70 નોંધાયા છે. ત્યારબાદ બરોડામાં 59, રાજકોટમાં 39 અને સુરતમાં 48 પોઝિટિવ કેસ નોંધાયા છે.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.