જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારના મકાનમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો

જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારના સંઘાડિયા બજારમાં આવેલા રહેણાંક મકાનમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
- ત્રણ દિવસથી ઘરમાંથી બહાર નીકળ્યા ન હતાં
- અસહ્ય દુર્ગંધના આધારે 108ની ટીમ સ્થળ પર પહોંચી
- પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો
જામનગર: બર્ધન ચોક વિસ્તારમાં સંઘાડિયા બજારમાં આવેલા એક મકાનમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા ગીતાબેન જયદેવભાઈ જોશી નામના વૃધ્ધા તેમના ઘરમાંથી બહાર નીકળ્યા ન હતાં. વધુ તપાસ કરતાં ઘરમાંથી વૃધ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો.
108ની ટીમને કરવામાં આવી હતી જાણ
ત્રણ દિવસ થવા છતાં વૃદ્ધા ઘરમાંથી બહાર નીકળ્યા ન હતાં. મકાનમાંથી દુર્ગંધ આવતા આ અંગેની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. 108ની ટીમે સ્થળ પર તપાસ કરતા વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી આ બનાવ અંગે પોલીસમાં જાણ કરાઈ હતી. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો.