
આજે રવિવારે રાજ્યના 6 મહાનગરોમાં મતદાન થયું હતું. સવારથી જ લોકો ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો માટે મતદાન થયું હતું. સુરતમાં દિવ્યાંગોથી લઈને વૃદ્ધો સુધી અને દુલ્હા-દુલ્હનથી લઈને ઘોડે સવારી પર મતદાન કરતા લોકો જોવા મળ્યા હતા, ત્યારે સુરતમાં કેવી રીતે મતદાન થયું તે જોવા પહેલા એક એવો કિસ્સો જોઈએ જેમાં એક વૃદ્ધને ચોથા સ્ટેજનું લીવર કેન્સર હોવા છતાં તેમણે મતદાન કરી લોકશાહીને મજબૂત કરવાનો અભિગમ દાખવ્યો હતો.
- સવારથી જ મતદાન માટે લોકોમાં ઉત્સાહ
- વૃદ્ધે મતદાન કરી લોકશાહીને મજબૂત કરવાનો અભિગમ દાખવ્યો
- જીવનના અંતિમ તબક્કામાં પણ કર્યું મતદાન
સુરત: રાજ્યમાં 6 મહાનગરોમાં આજે રવિવારે મતદાન થઇ રહ્યું છે. નેતાઓ સાથે લોકો પણ મતદાન કરી લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે જ લોકોને મતદાન કરવા અપીલ પણ કરી રહ્યા છે, ત્યારે સુરતમાં લીવર કેન્સરના ચોથા સ્ટેજમાં હોવા છતાં પણ વૃદ્ધે મતદાન કરી લોકશાહીને મજબૂત કરવાનો અભિગમ દાખવ્યો છે. અડાજણ વિસ્તારના રહેવાસી અશ્વિન સુખરામભાઈ વાળાએ લોકશાહીના મહત્વને કેટલુ મહત્વ આપ્યું છે તે આપણો તેના મતદાનના ઉત્સાહ પરથી જાણી શકે છે. લીવર કેન્સરના ચોથા સ્ટેજમાં હોવા છતાં પણ તેમણે જરા પણ ઉદાસીનતા ન દાખવીને પોતાની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. દર વખતે તે આ જ પ્રમાણે ઉત્સાહપૂર્વક મતદાન કરતા હતા. ગત ઘણા સમયથી તેઓ લીવર કેન્સરથી પીડાતા હોવાથી તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે હિંમતભેર ઘરની બહાર આવીને મતદાન કરીને લોકશાહીને મજબૂત કરવાનો અભિગમ દાખવ્યો છે.
પોતાની નૈતિક ફરજ માનીને કર્યું મતદાન
અશ્વિનભાઈ લીવર કેન્સરથી પીડાતા હોવાથી તે પ્રવાસ કરવાનું કે ઘરની બહાર નીકળવાનું ટાળે છે. ખૂબ જ મહત્વનું કામ અથવા તો તબીબી નિદાન માટે જવું હોય તો જ તેઓ ઘરની બહાર નીકળે છે. આજે રવિવારે લોકશાહીના પર્વ સમાન મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમણે પોતાના મૂળભૂત અધિકાર જે મત આપવાનો છે. તેને સાર્થક કર્યો હતો તેમણે શહેર અને રાજ્યના તમામ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
રાષ્ટ્ર પ્રત્યે મતદાનની ફરજ દાખવી
ઘણા લોકો મતદાનને લઈને ખુબ જ ઉદાસીન માનસિકતા ધરાવે છે. એક મત મારો ન આપવા જાવ તો શું ફરક પડે એ પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે, પરંતુ અશ્વિનભાઈએ પોતાની નૈતિક ફરજ માનીને મતદાન કરવાનું પસંદ કર્યું છે. લોકશાહીમાં મતની તાકાત આ અંગે તેઓ સજાગ છે કયા ઉમેદવારને કયા પક્ષને મત આપીને પોતાના શહેર અને દેશની શાસનની ધૂરા તેના હાથમાં આપવા માટે એક મત ખૂબ જ નિર્ણાયક પુરવાર થઈ શકે છે. આ પ્રકારની તેમની માનસિકતાને સલામ કરવાનું મન થાય છે.