કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત દ્વારા પ્રસારિત કૃષિ હવામાન બુલેટિનથી મળશે બદલાતા હવામાનની જાણકારી
Surat

સુરતમાં બદલાતા વાતાવરણની પરિસ્થિતિમાં હવામાનની જાણકારીના અભાવે ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન સહન કરવું પડે છે. વિપરીત હવામાનની પરિસ્થિતિમાં ઓછા નુકસાન અને વધુ પાક ઉત્પાદન મેળવવા માટે જો હવામાનની અગાઉથી જાણકારી હોય તો જરૂરી પગલાં લઈ શકાય છે.

  • સપ્તાહમાં બે દિવસ કૃષિ હવામાન બુલેટિન બહાર પાડવામાં આવે છે
  • બારકોડ સ્કેન કરી વોટસએપ ગૃપમાં જોડાવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અનુરોધ કરાયો
  • હવામાનની અગાઉથી જાણકારી હોય તો જરૂરી પગલાં લઈ શકાય

સુરત: ભારત મૌસમ વિભાગ, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના નેજા હેઠળ જિલ્લા કૃષિ હવામાન એકમના સંયુકત પ્રયાસોથી સુરત જિલ્લાના ખેડૂતો માટે સપ્તાહમાં બે દિવસ દર મંગળવાર અને શુક્રવારના રોજ કૃષિ હવામાન બુલેટિન બહાર પાડવામાં આવે છે. આ બુલેટિનમાં આગામી પાંચ દિવસમાં હવામાન કેવું રહેશે, વરસાદ થશે કે નહીં, કયા દિવસે કેટલો વરસાદ પડશે, દિવસ અને રાત્રિનું તાપમાન, હવામાં ભેજનું પ્રમાણ, પવનની દિશા તેમજ પવનની ઝડપ વગેરેની માહિતી આપવામાં આવે છે.

પાકમાં રોગ, જીવાત અને તેના નિયંત્રણની આપવામાં આવે છે વિગતવાર માહિતી

આ ઉપરાંત વર્તમાન ખેતી પાકોમાં સમય અનુસાર તેમજ હવામાન પરિસ્થિતી અનુસાર રાખવી પડતી કાળજીની માહિતી આપવામાં આવે છે. વાવેતર વખતે પાકની જાતોની પસંદગી, પાયાના ખાતર, ઉભા પાકમાં રોગ- જીવાત અને તેના નિયંત્રણની વિગતવાર માહિતી આપવામાં આવે છે. આ કૃષિ હવામાન બુલેટિન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.જનકર્સિંહ રાઠોડ પાક સંરક્ષણ વિભાગના ડૉ. સેહુલ ચાવડા, પ્રો. સુનિલ ત્રિવેદી (પાક ઉત્પાદન વિભાગ), ડૉ.રાકેશ પટેલ (વિસ્તરણ વિભાગ), ભક્તિ પંચાલ (બાગાયત વિભાગ), અભિનવ પટેલ (કૃષિ-હવામાન વિભાગ) અને ધવલ પટેલ (હવામાન નિરીક્ષક)ના સંયુક્ત માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવે છે.

હવામાનની સ્થિતિની માહિતી પણ એપ દ્વારા સરળતાથી મળશે

આ બુલેટિન ખેડૂતોને સરળતાથી મળી તે માટે મોબાઇલ એપ બનાવવામાં આવી છે. ખેડૂતમિત્રો હવામાનની આગાહી તેમજ સુરતમાં પાછલા દિવસોમાં હવામાનની સ્થિતિની માહિતી પણ આ એપ દ્વારા સરળતાથી મેળવી શકે છે. આપના વિસ્તારના હવામાનની માહિતી સમયસર મેળવવા ખેડૂતમિત્રોને બારકોડ સ્કેન કરી વોટસએપ ગૃપમાં જોડાવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા અનુરોધ કરાયો છે.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.