વડોદરામાં કલેક્ટર શાલિની અગ્રવાલે પ્રજ્ઞાચક્ષુ મતદાતાની ધગશને બિરદાવી
Breaking

વડોદરા મહાનગરપાલિકા માટે રવિવારે મતદાન થઈ રહ્યું છે, ત્યારે મતદાનમથક પર કોઈ પ્રકારની મુશ્કેલી નથી પડી રહીને તે અંગેની વ્યવસ્થા તપાસવા વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલ મતદાનમથક પર પહોંચ્યા હતા. મતદાનના પ્રારંભે ત્રણ સ્થળે EVMમાં ખામી સર્જાતા તેનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ સાથે જ દિવ્યાંગ મતદારો, વડીલો અને સગર્ભા મહિલાઓનું મતદાન સરળ બનાવવા મતદાન મથકો ખાતે વ્હિલચેર અને સ્વયંસેવકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • વડોદરામાં 19 વોર્ડની 76 બેઠકો માટે 1295 મતદાનમથક પર થયું મતદાન
  • વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે મતદાનમથકો પર જઈ કર્યું નિરીક્ષણ
  • ફેસશિલ્ડ સહિતના કોવિડ સુરક્ષા સાધનો આપવામાં આવ્યા

વડોદરાઃ શહેરના 19 વોર્ડની 76 બેઠકો માટે 1295 મતદાન મથકો પર સવારથી જ શાંતિ પૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલ પણ મતદાન મથકની વ્યવસ્થા ચકાસવા પહોંચ્યા હતા. કલેક્ટર રોઝરી સ્કૂલના મતદાન મથકે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરી બહાર આવી રહ્યાં હતાં. તે દરમિયાન સમાજ સુરક્ષા વિભાગ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સ્વયંસેવક વ્હિલચેરમાં પ્રજ્ઞાચક્ષુ મતદાર ચંદન ગોહીલને મતદાન કરાવવા લઈ જઈ રહ્યા હતા. ત્યારે કલેક્ટરે તેમને થોભાવીને સ્નેહભરી પૂછતાછ કરી હતી તથા તેમની ધગશને બિરદાવી હતી.

વડોદરામાં 19 વોર્ડની 76 બેઠકો માટે 1295 મતદાનમથક પર થયું મતદાન
વડોદરામાં 19 વોર્ડની 76 બેઠકો માટે 1295 મતદાનમથક પર થયું મતદાન

મતદાનમથકો પર 155 સ્વયંસેવકો રહ્યા ખડેપગે

સ્વયં સેવકે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 5 મતદારોએ આ સુવિધાની મદદ થી મતદાન કર્યું છે. શહેર ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, જ્યાં શહેરી મતદાનમથકો ખાતે 155 જેટલી વ્હિલચેર અને 155 જેટલા સ્વયંસેવકો મૂકવામાં આવ્યા છે, જેઓને દિવ્યાંગ ઉપરાંત અસહાય વૃદ્ધ અને સગર્ભા મહિલા મતદારોને મતદાનમાં મદદ કરવાની સૂચના આપવામાં આવી છે. આવા મતદારોને મતદાનમાં અગ્રતા આપવામાં આવે છે અને લાઈનમાં રાહ જોવી પડે તો બેસવાની સુવિધા આપવાની પણ સૂચના આપી છે.

વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે મતદાનમથકો પર જઈ કર્યું નિરીક્ષણ
વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે મતદાનમથકો પર જઈ કર્યું નિરીક્ષણ

મતદાનમથકોમાં થર્મલ ગન ચેકિંગ, સેનિટાઈઝર, હાથ મોજાં સહિતની વ્યવસ્થા કરાઈ

કલેક્ટરે સ્વયંસેવકોને તેમની આ સેવાઓ માટે ધન્યવાદ આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, શહેરના 19 વોર્ડની 76 બેઠકો માટે 1295 મતદાનમથકો ખાતે સવારથી શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. કોઈ અપ્રિય ઘટના ઘટી નથી. મતદાનમથકોમાં કોવિડ ગાઈડલાઈન પ્રમાણે, થર્મલ ગન ચેકિંગ, સેનિટાઈઝર, મતદારો માટે હાથ મોજાં સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદાન કર્મચારીઓને ફેસશિલ્ડ સહિતના કોવિડ સુરક્ષા સાધનો આપવામાં આવ્યા છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે. મતદાનના પ્રારંભે ત્રણ સ્થળે ઈવીએમમાં તકલીફ ઊભી થતાં તેનું નિરાકરણ આણીને મતદાન શરૂ કરાવવામાં આવ્યું હતું. તેમણે અનુરોધ કર્યો હતો કે લોકો પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે.

વડોદરામાં કલેક્ટરે પ્રજ્ઞાચક્ષુ મતદાતાની ધગશને બિરદાવી
વડોદરામાં કલેક્ટરે પ્રજ્ઞાચક્ષુ મતદાતાની ધગશને બિરદાવી
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.