
વડોદરામાં 21 સપ્તપદીના સાત ફેરા ફરવા માટે જાન લઇને જઈ રહેલા વડોદરાના યુવાને મતદાન કર્યું હતું. આઇ.ટી. કંપનીમાં સેલ્સ માર્કેટીંગમાં નોકરી કરતા યુવાનની સાથે તેના માતાપિતા, ભાઈભાભી સહિત જાનમાં જનારા અન્ય કુટુંબીજનોએ મતદાન કર્યું હતું.
- નેપાળી યુવકે લગ્ન પહેલાં મતદાન કર્યું
- મતદાન કર્યા બાદ નિકળી લગ્નની જાન
- ફતેપુરા બુથ ખાતે યુવકે મતદાન કર્યું
- વરરાજા મતદાન મથકે મત આપવા પહોંચ્યાં
વડોદરા: 21 સપ્તપદીના સાત ફેરા ફરવા માટે જાન લઇને જઈ રહેલા વડોદરાના યુવાને મતદાન કર્યું હતું. આઇ.ટી. કંપનીમાં સેલ્સ માર્કેટીંગમાં નોકરી કરતા યુવાનની સાથે તેના માતા- પિતા, ભાઇ- ભાભી સહિત જાનમાં જનારા અન્ય કુટુંબીજનોએ મતદાન કર્યું હતું. વડોદરાના ફતેપુરા કાલુપુરા સ્થિત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત છત્રપતિ શિવાજી મહારાજ પ્રાથમિક શાળાના મતદાન મથકમાં વરરાજા અને તેમના પરિવારે મતદાન કર્યું હતું.
મતદાન કરવું મારો અધિકાર છેઃ વરરાજા
લગ્ન કરવા જતા પૂર્વે મતદાન કરવા માટે આવી પહોંચેલા વરરાજાએ જણાવ્યું હતું કે, મતદાન કરવું મારો અધિકાર છે. વડોદરા કોર્પોરેશનમાં વડોદરાની સાથે પોતાના વોર્ડ વિસ્તારનો સારો વિકાસ કરે તેવા કાઉન્સિલરો ચૂંટાઇને જાય તેવા કાઉન્સિલરો જીતે તેવી મારી લાગણી છે. યુવાન આજે અમદાવાદની યુવતી સાથે લગ્ન કરશે. વડોદરાના ફતેપુરા કાલુપુરામાં સોનક પ્રકાશભાઇ રાણા(નેપાળી) પરિવાર સાથે રહે છે.
આજનો દિવસ તેમના માટે યાદગાર બની ગયો
તેઓ આઇ.ટી. કંપનીમાં સેલ્સ માર્કેર્ટીંગમાં નોકરી કરે છે. તેઓ આજે 21 ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશનની ચૂંટણીના દિવસે અમદાવાદની રહેવાસી યુવતી સાથે લગ્ન કરશે. દિપીકા પણ શિક્ષીત છે અને અમદાવાદમાં પ્રાઇવેટ બેંકમાં નોકરી કરે છે. સોનક અને દિપીકા આજે અગ્રીની સાક્ષીએ અમદાવાદમાં સપ્તપદીના સાત ફેરા ફરી સાંસારીક જીવનની શરૂઆત કરશે.
લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યું
સોનક રાણાએ જણાવ્યું હતું કે, શનિવારે ઘરે ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, ગ્રહુરાંતિ સહિતની વિધી હતી. આજે અમદાવાદ જાન જવાની છે. અમદાવાદમાં રહેતી અને અમદાવાદમાં પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતી દિપીકા સાથે મારા લગ્ન છે. અગ્નીની સાક્ષીએ અમે સપ્તપદીના સાત ફેરા ફરીને લગ્ન ગ્રંથીથી જોડાવાના છીએ. આજે કોર્પોરેશનની ચૂંટણીના દિવસે મારા લગ્ન છે. તે મારા માટે યાદગાર દિવસ બની રહેશે. લગ્નની તારીખ નક્કી કરી હતી, ત્યારે ખબર ન હતી કે, લગ્નની તારીખે કોર્પોરેશનની ચૂંટણી આવશે. લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યું હતુ.
સાત ફેરા ફરતા મતદાનનો અધિકાર પૂર્ણ કર્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યોગાનુયોગ ચૂંટણી આવતા હું દિપીકા સાથે સાત ફેરા ફરતા પહેલા મારો પવિત્ર મતદાનનો અધિકાર પૂર્ણ કરવા આવ્યો છું. આજે કલાકો બાદ મારી ધર્મ પત્ની બનનારી દિપીકા પણ મતદાન કરવાની છે, હું આજે પવિત્ર મતદાનની ફરજ પૂરી કરીને જાન લઇને જવાનો છું, તેની મને અનહદ ખુશી છે.