
કુખ્યાત ડ્રગ માફિયા તરીકે જાણીતા અલ ચાપો ગુસમેનની પત્ની એમ્મા કોરોનેલની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. એમ્મા પર એક કિલોગ્રામથી વધુ હેરોઇન, પાંચ કિલોગ્રામ કોકેન, એક હજાર કિલો ગાંજા, 500 ગ્રામ મેથામ્ફેટામાઇન યુ.એસ.માં ગેરકાયદેસર રીતે દાણચોરી કરવાના કાવતરાના આરોપ છે.
- 31 વર્ષીય એમ્માને ડ્રગ્સની હેરફેરની શંકાના આધારે ધરપકડ કરાઈ
- અલ ચાપો ડ્રગ હેરફેર અને મની લોન્ડરિંગ માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે
- ઘરની આજુબાજુ અફીણ અને ગાંજાની ખેતીએ અલ ચાપોને ડ્રગ્સનો આદતી બનાવ્યો
વોશિંગ્ટન: મેક્સિકોના કુખ્યાત ડ્રગ માફિયા તરીકે જાણીતા અલ ચાપો ગુસમેનની પત્ની એમ્મા કોરોનેલની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. સોમવારે, 31 વર્ષીય એમ્માને ડ્રગ્સની હેરફેરની શંકાના આધારે ડલેસ એરપોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. યુ.એસ. ન્યાય વિભાગના અહેવાલ મુજબ, એમ્મા પર એક કિલોગ્રામથી વધુ હેરોઇન, પાંચ કિલોગ્રામ કોકેન, એક હજાર કિલો ગાંજા, 500 ગ્રામ મેથામ્ફેટામાઇન યુ.એસ.માં ગેરકાયદેસર રીતે દાણચોરી કરવાના કાવતરાના આરોપ છે.
અલ ચાપો ખોફનાક આરોપી હતો
અલ ચાપો હાલમાં ન્યુયોર્કમાં ડ્રગ હેરફેર અને મની લોન્ડરિંગ માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. 2019માં અલ ચાપોની સુનાવણી દરમિયાન, ઘણા ખોફનાક ખુલાસા કરવામાં આવ્યા હતા. આમાં બાળકીઓને ડ્રગ્સ આપવી, દુષ્કર્મ કરવો અને કાર્ટેલના ભૂતપૂર્વ સભ્યોની હત્યા કરવી શામેલ છે. કોરોનેલ પાસે યુ.એસ. અને મેક્સિકો બંન્ને દેશોની નાગરિકત્વ ધરાવે છે. યુ.એસ. ન્યાય વિભાગનું કહેવું છે કે મંગળવારે કોરોનેલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નશીલા પદાર્થોની હેરાફેરી ઉપરાંત, કોરોનેલ પર પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે 2015માં તેના પતિને જેલમાંથી બહાર કરવામાં પણ મદદ કરી હતી.
અલ ચાપોને મુક્ત કરવા માટે ત્યાં ટનલ ખોદવાનું શરૂ કર્યું
અલ ચાપો મેક્સિકોની સર્વોચ્ચ સુરક્ષિત જેલમાં છે. તમને કહી દઈએ કે, અલ ચાપોના દિકરાઓએ જેલની નજીક જમીન ખરીદી હતી અને તેમના પિતાને મુક્ત કરવા માટે ત્યાં ટનલ ખોદવાનું શરૂ કર્યું હતું. અલ ચાપોને એક જીપીએસ ઘડિયાળ આપવામાં આવી હતી જ્યાંથી તેનું ચોક્કસ સ્થાન શોધી શકાય છે. કોર્ટના દસ્તાવેજો બતાવે છે કે કોરોનેલ તેના પતિને જેલમાંથી બહાર કાઢવા માટે બીજું કાવતરું ઘડી રહી હતી પરંતુ જાન્યુઆરી 2017 માં તે યુ.એસ.એ આરોપી બનાવી દેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે અલ ચાપો અને એમ્મા કોરોનેલે વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા.
કુખ્યાત ડ્રગ માફિયા અલ ચાપો કોણ છે?
અલ ચાપોનો જન્મ 1957 માં થયો હતો. અલ ચાપો ખેડૂત પરિવારમાંથી આવે છે અને ઘરની આજુબાજુ અફીણ અને ગાંજાની ખેતીએ અલ ચાપોને ડ્રગ્સનો આદતી બનાવી દીધો હતો. અહીંથી જ અલ ચાપોએ ડ્રગ્સની સપ્લાય કરવાની કામગીરી અને પદ્ધતિ શીખી. અલ ચાપોએ મિગ્યુએલ એન્જલ ફેલિક્સ ગાલાર્ડોને તેનો ગોડફાધર બનાવ્યો. તેમાંથી, અલ ચાપો ડ્રગની દાણચોરી અંગે જાગૃત બન્યો અને તે પછી 1980 માં મેક્સિકોના પ્રભાવશાળી સિનાલોઆ ડ્રગ્સ દાણચોરી જૂથના વડા બન્યા. આ પછી, અલ ચાપો યુ.એસ. માં સૌથી વધુ સપ્લાય માફિયા બન્યો.