સ્મિથે દિલ્હી કેપિટલ્સમાં જોડાવા અંગે ખુશી વ્યક્ત કરી
સ્મિથે

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે કહ્યું કે, તે દિલ્હી કેપિટલ્સ સાથે કેટલીક “અદભુત યાદો” બનાવવાની આશા રાખે છે અને ફ્રેન્ચાઇઝીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) નું પ્રથમ ટાઇટલ જીતાડવામાં મદદ કરશે તેવી આશા છે.

  • સ્મિથે ટ્વિટર પર દિલ્હી કેપિટલ્સ દ્વારા વીડિયો શેર કર્યો
  • કેટલીક આશ્ચર્યજનક યાદો બનાવવા તત્પર છું: સ્મિથ
  • સ્મિથને દિલ્હી કેપિટલ્સે 20 લાખ વધારી 2.20 કરોડમાં ખરીદ્યો

નવી દિલ્હી: IPLની 2020 આવૃત્તિમાં દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને મુંબઈ ઈન્ડિયન્સે પરાજિત કરી હતી. ટ્વિટર પર દિલ્હી કેપિટલ્સ દ્વારા શેર કરેલા વીડિયોમાં સ્મિથે કહ્યું કે, "દિલ્હી કેપિટલ્સના ચાહકોને હું એટલું જ કહેવા માંગુ છું કે હું આ વર્ષે ટીમમાં જોડાવા માટે ખરેખર ઉત્સાહિત છું અને હું ત્યાં જવા અને કેટલીક આશ્ચર્યજનક યાદો બનાવવા તત્પર છું. "આશા છે કે ગયા વર્ષ કરતા ટીમને આ વર્ષે વધુ સારી સ્થિતિમાં લાવવામાં મદદ કરશે.

ટીમમાં જોડાનારા નવા ખેલાડીઓ ટીમમાં ઘણો અનુભવ લાવશે: અય્યર

આઈપીએલ 2021 પ્લેયર હરાજી દરમિયાન ગત સીઝનના રનરઅપમાં લુકમેન મેરીવાલા, રિપ્પલ પટેલ, વિષ્ણુ વિનોદ અને મણિમન સિધ્ધાર્થમાં ચાર પ્રતિભાશાળી ઘરેલુ ખેલાડીઓની સાથે સ્મિથ અને ટોમ ક્યુરેન જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ તેમની ટીમના ભાગ તરીકે કર્યો છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું હતું કે ટીમમાં જોડાનારા નવા ખેલાડીઓ ટીમમાં ઘણો અનુભવ લાવશે.

સ્મિથને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડમાં ખરીદ્યો

સિડની ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે સંકેત આપ્યો છે કે આઇપીએલ -2021 ની હરાજીમાં ઓછા ભાવ મળ્યા બાદ બેટ્સમેન સ્ટીવ સ્મિથ ઈજાને ટાંકીને લીગમાંથી બહાર નીકળી શકે છે. સ્મિથને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. બેઝ પ્રાઈસ પર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલી બોલી લગાવી, ત્યારબાદ દિલ્હી કેપિટલ્સે 20 લાખ વધારી 2.20 કરોડમાં ખરીદ્યો. દિલ્હીની ટીમ છેલ્લી સીઝનમાં ફાઇનલ રમી હતી.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.