નોવાક જોકોવિચ ફિટ છે, તે ભવિષ્યમાં વઘુ ગ્રાન્ડ સ્લેમ જીતશે: સાનિયા મિર્ઝા
Breaking

સાનિયાએ કહ્યું, "અમે 18 ગ્રાન્ડ સ્લેમ વિશે વાત કરીશું, તેઓને 'સૌથી મહાન' નો ટેગ ન મળી શકે. તમે રાફા અને રોજરની વિશે વાત કરો છો પણ દરેક જણ નોવાકને ભૂલી જાય છે પણ તે ફરી પરત આવે છે.” અને આપણને યાદ અપાવે છે કે, તેઓ રાફા અને રોજરની ઉંમર કરતાં નાના છે અને તેઓએ 18 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે"

  • નોવાકે 9 ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી જીતી છે
  • નોવાક જોકોવિચ ફિટ છે, તે ભવિષ્યમાં વઘુ ગ્રાન્ડ સ્લેમ જીતશે: સાનિયા મિર્ઝા
  • 18 ગ્રાન્ડ સ્લેમ્સનો ખિતાબ નોવાકને નામે

હૈદરાબાદ: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ કહ્યું છે કે, વિશ્વનો નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ લાંબા સમયથી ટોચ પર છે અને તે ગ્રાન્ડ સ્લેમના ઘણા રેકોર્ડ તોડવાની ક્ષમતા ધરાવે છે. સાનિયાનું માનવું છે કે, નોવાક હજુ વધુ ટાઇટલ્સ જીતી શકે છે. તે રોજર ફેડરર અને રાફેલ નડાલથી નાના છે.

નોવાકના નામ પર 18 ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ છે

જણાવી દઈએ કે, નોવાકના નામ પર 18 ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ છે. તેમનો 18મો ગ્રાન્ડ સ્લેમ રવિવારના રોજ ઓસ્ટ્રેલિયા ઓપન 2021માં હતો. તેમણે અત્યાર સુધી 9 ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2021ના ફાઈનલમાં તેમની મેચ વિશ્વના નંબર-4 ખેલાડી ડૈનિલ મેદવેદેવની સામે હતી. 1 કલાક 53 મિનિટ ચાલેલી આ મેચમાં નોવાક સીધા સેટમાં જીત્યો હતો.

લોકોએ નોવાક જોકોવિચને પણ યાદ કરવો જોઈએ

સાનિયા તેમની આ જીત પર કહ્યું કે, લોકો નોવાક જોકોવિચને ભૂલી જાય છે અને રાફેલ નડાલ અને રોજર ફેડરર વિશે વધુ વાત કરે છે.

નોવાકે અત્યાર સુધીમાં 9 ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી જીતી છે

તમને જણાવી દઈએ કે, 18 ગ્રાન્ડ સ્લેમ્સનો ખિતાબ નોવાકને નામે થઈ ગયો છે. રવિવારે તેનું 18મો ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ ઓસ્ટ્રેલિયન ઓપન 2021 હતું. તેણે અત્યાર સુધીમાં 9 ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2021ના ફાઈનલમાં તેમની મેચ વિશ્વના નંબર-4 ખેલાડી ડૈનિલ મેદવેદેવની સામે હતી. 1 કલાક 53 મિનિટ ચાલેલી આ મેચમાં નોવાક સીધા સેટમાં જીત્યો હતો.

નોવાક રેકોર્ડનો પીછો કરશે અને ગ્રાન્ડ સ્લેમ પણ જીતશે: સાનિયા મિર્ઝા

જોકોવિચના રેકોર્ડ્સ પર તેમણે કહ્યું કે, "તે રેકોર્ડ બનાવનાર છે અને તે રમી પણ શા માટે રહ્યો છે? તેણે 9 ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો છે, ત્યાં સુધી નિવૃત્તિ લેશે ત્યા સુધીમાં તો અંદાજે 15 થઈ જશે, આ બધુ એ વાત પર નિર્ભર કરે છે કે તે કેટલા વર્ષ રમવાના છે. હકિકત એ છે કે, તે વધુ ગ્રાન્ડ સ્લેમ જીતશે. તે ખૂબ જ ફીટ છે, સારું ટેનિસ રમી રહ્યા છે, છેલ્લા કેટલાક વર્ષોથી નંબર -1 છે. તે રેકોર્ડનો પીછો કરશે અને ગ્રાન્ડ સ્લેમ પણ જીતશે. "

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.