
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પક્ષના નેતાઓ અને કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ચૂંટણી સભા યોજવામાં આવી હતી. મોડાસાના કુમ કુમ પાર્ટી પ્લોટમાં યોજાયેલી સભામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના ઉમેદવારો અને તેમના સમર્થકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- મોડાસામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ચૂંટણી સભા યોજવામાં આવી
- જિલ્લા ભાજપ કાર્યલય ખાતેથી બાઈક રેલીને પ્રસ્થાન કરવામાં આવી
- સી.આર.પાટીલે કેંદ્ર અને રાજ્ય સરકારની ઉપલબ્ધી વર્ણાવી
અરવલ્લીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુર્વે ભાજપ પક્ષ દ્વારા મોડાસામાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સભાને સંબોધી હતી. સભાને સંબોધતા સી.આર.પાટીલે કેંદ્ર અને રાજ્ય સરકારની ઉપલબ્ધી વર્ણાવી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વ ભાજપ દ્વારા બનાવવામાં આવેલા પેજ પ્રમુખ ચૂંટણી દરમિયાન મહત્વની ભુમિકા ભજવી શકે છે અને જો તેઓ કર્મનિષ્ઠ બનીને ભાજપને જીતાડવા માટે મહેનત કરશે તો સમગ્ર અરવલ્લીમાં ભગવો લહેરાશે.
મોડાસામાં ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું
સી. આર. પાટીલના આગમન પૂર્વે મોડાસામાં ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લા ભાજપ કાર્યલય ખાતેથી પ્રસ્થાન કરી રેલી સરકારી ઇજનેરી કોલેજ હેલિપેડ પહોંચી હતી. જ્યાંથી બાઇક રેલી સાથે પ્રદેશ પ્રમુખનો કાફલો સભા સ્થળે પહોંચ્યો હતો.