મહાનગરપાલિકામાં ભાજપની જીતને ડીસામાં કાર્યકરોએ વધાવી
Banaskantha

ગુજરાત રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવતા સમગ્ર ગુજરાતમાં ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ છે. ડીસામાં જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતને વધાવી હતી.

  • ગુજરાતમાં ભાજપની જીતને ડીસામાં કાર્યકરોએ વધાવી
  • ગુજરાત મહાનગરપાલિકાની જીતને ડીસામાં વધાવી
  • ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી
  • ભાજપના કાર્યકર્તાઓ રહ્યા હાજર

બનાસકાંઠા: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ દરેક પક્ષ પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો હતું. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું. પરંતુ ભાજપે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું કે, ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. જેના કારણે આજે ગુજરાતની તમામ મહાનગરપાલિકા ઉપર ભાજપની બહુમતી જોવા મળી રહી છે, જેના કારણે સમગ્ર ગુજરાતભરમાં ચૂંટણી પરિણામ આવતાની સાથે જ ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભાજપની જીતને ડીસામાં કાર્યકરોએ વધાવી લીધી
ભાજપની જીતને ડીસામાં કાર્યકરોએ વધાવી લીધી

ભાજપના કાર્યકર્તાઓમાં ખુશી

રાજ્યની 6 મહાનગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી મળતા આજે સમગ્ર ગુજરાત ભરમાં ભાજપના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી. આ જીત મેળવતા ભાજપના કાર્યકરોએ ઠેર- ઠેર આતશબાજી કરી હતી, ત્યારે ડીસામાં પણ આજે મંગળવારે ભાજપની જીતને વધાવી લીધી હતી અને ફટાકડા ફોડી ભાજપે ઉજવણી કરી હતી.

ભાજપની જીતને ડીસામાં કાર્યકરોએ વધાવી લીધી
ભાજપની જીતને ડીસામાં કાર્યકરોએ વધાવી લીધી

ભાજપની જીતને લઇ ઉત્સાહભેર ઉજવણી

સમગ્ર ગુજરાતભરમાં ભાજપનો ભગવો મહાનગરપાલિકામાં લહેરાતાની સાથે જ આજે બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભાજપની જીતને લઇ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ડીસામાં જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, મહામંત્રી ડાયા પીલિયાતર, જિલ્લા ઉપપ્રમુખ માધુ રાણા, કૈલાશ ગેલોત સહિતની ઉપસ્થિતિમાં કચ્છી કોલોની ખાતે ભાજપ કાર્યકરોએ આતશબાજી કરી જીતને વધાવી હતી.

ભાજપના કાર્યકર્તાઓ રહ્યા હાજર

આ પ્રસંગે જિલ્લાના પૂર્વ મહામંત્રી અમૃત દવે, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજય બ્રહ્મભટ્ટ, વોર્ડ નંબર ચારના ઉમેદવારો બાબુ ઠક્કર, ચેતન ત્રિવેદી, મોતી પ્રજાપતિ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં મહાનગર પાલિકાઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. આગામી નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીમાં પણ ભાજપ આ જ પ્રકારે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવશે.

ભાજપની જીતને ડીસામાં કાર્યકરોએ વધાવી લીધી
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.