
OBC ડિપાર્ટમેન્ટના શહેર પ્રમુખ સહિત બોટાદ જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ અને મહામંત્રીએ કોંગ્રેસ છોડી કેસરીયો ખેસ ધારણ કર્યો છે. સૌરભ પટેલની હાજરીમાં 10 કોંગ્રેસના હોદેદારો ભાજપમાં જોડાયા હતા. સતત અવગણના થવાના કારણે કોગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયાનું તેઓેએ નિવેદન આપ્યું હતું.
- કોંગ્રેસ સાથે 10 હોદેદારોએ છેડો ફાડ્યો
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોટાદ કોંગ્રેસને મોટો ઝટકો
- સૌરભ પટેલની હાજરીમાં જોડાયા
- કોંગ્રેસમાં સતત અવગણના થતાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
બોટાદઃ OBC ડિપાર્ટમેન્ટ બોટાદ શહેર પ્રમુખ સિકંદર જોખીયાં સહિત 10 લોકોએ કોંગ્રેસ છોડી કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. બોટાદની સોની જ્ઞાતિમાં સૌરભ પટેલની હાજરીમાં યોજવામાં આવેલી વોર્ડ નંબર 9ની મિટિંગમાં બોટાદ શહેર OBC ડિપાર્ટમેન્ટના શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, પ્રવક્તા સહિત બોટાદ જિલ્લા મહિલા મોરચાના ઉપ પ્રમુખ, મહામંત્રી સહિત 10 કોંગ્રેસના હોદેદારોએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવા મામલે સિકંદર જોખીયાને પૂછતાં જણાવેલુ કે, સતત અવગણનાને લીધે કોગ્રેસ પક્ષ છોડ્યું છે. તેમજ કોંગ્રેસ છોડી ભાજપમાં આવનારા તમામ કોંગ્રેસના હોદેદારોને આવકારી સૌરભ પટેલે કેસરીયો ધારણ કરાવ્યો હતો.