
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ જાહેર સભાને સંબોધી હતી. ત્યારે કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો સહિત 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
- કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ જાહેર સભા સંબોધી
- કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
- કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના ભાણવડમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ સભાને સંબોધી હતી. આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે ભાણવડમાં ભાજપ દ્વારા પ્રચંડ પ્રચારની શરૂઆત કરાઈ જેમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ સભાને ગજવી હતી.
જીત મળે તેવી આશા વ્યક્ત કરી
હજારોની સંખ્યામાં લોકોની હાજરીમાં સભામાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, ચેરમેન, સદસ્ય સહિત 200 થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાણવડ તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.