
ગીર સોમનાથમાં જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓની બેઠકોની ચૂંટણીનું આગામી રવિવારે મતદાન યોજાવાનું છે, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહીવટી તંત્રએ તૈયારીઓ હાથ ઘરી છે.
- રવિવારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી
- જિલ્લાનું ચૂંટણી તંત્ર થયું સજ્જ
- ગીર સોમનાથમાં 107 અતિ સંવેદનશીલ અને 364 સંવેદનશીલ મતદાન મથક
- આ તમામ મતદાન મથકો પર ખાસ સુરક્ષા વ્યવસથા તૈનાત
ગીર સોમનાથઃ જિલ્લામાં મતદાન મથકોની સ્થળો નક્કી કરાયાની સાથે અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મથકોની વિગતો તંત્રએ જાહેર કરી છે. જે મુજબ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા સ્થાનિક કક્ષાએ અઘિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.
સંવેદનશીલ મતદાન મથકો
ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની 28, 6 તાલુકા પંચાયતનોની 128 અને 4 નગરપાલિકાની 107 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે જિલ્લામાં 76 અતિ સંવેદનશીલ અને 292 સંવેદનશીલ મતદાન મથકો છે, જયારે પાલીકાના મતદાન મથકોમાં 31 અતિ સંવેદનશીલ અને 76 સંવેદનશીલ મથકો હોવાનું તંત્રએ જણાવ્યું છે. આ અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.