ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ દ્બારા સંગઠનના 28 હોદ્દેદારો પાસેથી રાજીનામાં લેવાયાં
જિલ્લા

ગીર-સોમનાથ જિલ્લામાં ભાજપ પ્રમુખ દ્બારા સંગઠનના 28 હોદ્દેદારો પાસેથી રાજીનામાં લેવાયાં છે. જિલ્‍લા ભાજપ સંગઠનમાં જુદા-જુદા હોદ્દાઓ પર નિયુકત થયેલા પૈકી અમુક હોદ્દેદારોએ સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવી છે. આમ, કુલ 28 હોદ્દેદારો પાસેથી રાજીનામાં લેવાયાં છે.

  • ગીર-સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કાર્યવાહી
  • સંગઠનના 28 હોદ્દેદારો પાસેથી રાજીનામાં લઇ લેવાયાં
  • ભાજપના એક વ્‍યકિત એક પદની નિતી અંતર્ગત કાર્યવાહી
    જિલ્લા કાર્યાલય
    જિલ્લા કાર્યાલય

ગીર સોમનાથ : જિલ્‍લા ભાજપ સંગઠનમાં જુદા-જુદા હોદ્દાઓ પર નિયુકત થયેલા પૈકી અમુક હોદ્દેદારોએ સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવી છે. જેથી પ્રદેશ ભાજપની એક વ્‍યકિત એક પદની નિતી મુજબ ઉમેદવારી કરનારા ગીર સોમનાથ જિલ્‍લાના વેરાવળ, સુત્રાપાડા, ગીરગઢડા અને ઉના મળી 4 તાલુકાના 28 હોદ્દેદારો પાસેથી રાજીનામાં લઇ લેવાયા હોવાનું ભાજપે એક યાદીમાં જણાવ્યું છે.

28 હોદ્દેદારો પાસેથી રાજીનામા લેવાયા
28 હોદ્દેદારો પાસેથી રાજીનામા લેવાયા

કુલ 28 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યાં

આ અંગે જિલ્‍લા ભાજપ પ્રમુખ માનસીંગ પરમારે એક યાદીમાં જણાવ્યું હતુ કે, સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી પૂર્વે પ્રદેશ ભાજપે એક વ્‍યકિત એક પદની નિતી જાહેર કરી હતી. જેની જિલ્‍લા, તાલુકા અને પાલિકા સ્‍તરે અમલવારી કરાવવાની પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સ્‍પષ્‍ટ સુચના હતી. આ નિતી મુજબ જિલ્‍લામાં જુદા-જુદા સ્‍તરે સંગઠનમાં હોદ્દા ધરાવતા હોદ્દેદારે સ્‍થાનિક જિલ્‍લા પંચાયત, તાલુકા પંચાયત કે પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. તે તમામ પાસેથી રાજીનામા લઇ લેવામાં આવ્યા છે. જેમાં વેરાવળ(શહેર-તાલુકા)ના 6, સુત્રાપાડાના 5, ગીરગઢડાના 6, ઉનાના 11 મળી 28 હોદ્દેદારોએ રાજીનામાં આપેલાં છે.

28 હોદ્દેદારો પાસેથી રાજીનામા લેવાયા
28 હોદ્દેદારો પાસેથી રાજીનામા લેવાયા

વેરાવળ શહેર-તાલુકામાં રાજીનામુ લેવાયેલ હોદ્દેદારો

  • સરમણભાઇ સોલંકી (જીલ્‍લા મહામંત્રી)
  • સંજયભાઇ ડોડીયા(પ્રમુખ-જીલ્‍લા કિસાન મોરચા)
  • ગીરીશ ભજગોતર (જીલ્‍લા અનુ.જાતિ પ્રમુખ)
  • કપીલ મહેતા (મહામંત્રી)
  • ભારતીબેન ચંદ્રાણી (ઉપપ્રમુખ)
  • ગૌતમપુરી ગૌસ્‍વામી (મંત્રી)
  • સુત્રાપાડા શહેર-તાલુકામાંથી ભગવાનભાઇ ખુંટડ (મહામંત્રી)
  • બચુભાઇ મેર (ઉપપ્રમુખ)
  • હરીભાઇ મંગાભાઇ વાળા (ઉપપ્રમુખ)
  • રમેશ વડાંગર (પ્રમુખ)
  • મસરીભાઇ મેર (મહામંત્રી)
  • ગીરગઢડા તાલુકામાંથી ડાયાભાઇ જાલોંઘરા (જીલ્‍લા મંત્રી)
  • ઉકાભાઇ બાઉભાઇ વાઘેલા (મહામંત્રી)
  • ભાવનાબેન ચોવટીયા (ઉપપ્રમુખ)
  • દુલાભાઇ ગુજજર (ઉપપ્રમુખ)
  • અશ્વીનભાઇ કથીરીયા (મંત્રી)
  • ભગવતીબેન સાંખત (મંત્રી)

અને ઉના શહેર - તાલુકામાંથી રાજીનામુ લેવાયેલ હોદ્દેદારો

  • હરીભાઇ સોલંકી (ઉપપ્રમુખ)
  • પ્રકાશભાઇ ટાંક (ઉપપ્રમુખ)
  • સામતભાઇ ચારણીયા (પ્રમુખ)
  • ભાવુભાઇ ચાવડા (મહામંત્રી)
  • દાનુભાઇ સોલંકી (ઉપપ્રમુખ)
  • શાંતિલાલ ડાંગોદરા (મંત્રી)
  • ભાવેશ બાંભણીયા (મંત્રી)
  • ઇશ્વરભાઇ જેઠવાણી (મહામંત્રી)
  • મયંકભાઇ જોષી (મહામંત્રી)
  • બાબુભાઇ ડાભી (ઉપપ્રમુખ)
  • હંસાબેન પાનસુરીયા (ઉપપ્રમુખ)
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.