કોડીનારમા હિન્દુ સમાજ સંગઠન અને વેપારીઓએ વિશાળ રેલી યોજીને મામલતદારને આવેદન પાઠવ્યું
Hindu

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છાછર ગામે બે દિવસ પૂર્વે રાત્રીના ચોક્કસ કોમનાં ટોળાએ રામ મંદિર નિર્માણ નિધિ એકત્ર કરવા ગયેલા RSSના 5 જેટલા કાર્યકરો પર હુમલો કર્યો હતો. જેના પગલે છાછર ગામ સહિત કોડીનાર પંથકમાં રોષનો માહોલ પ્રર્વત્યો હતો. આ ઘટનાના વિરોઘમાં કોડીનાર શહેરમાં હિન્‍દુ સંગઠનના આગેવાનોએ મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

  • ગીર સોમનાથના કોડીનારમાં હિન્દૂ સમાજ સનગઠન અને વેપારીઓની રેલી યોજાઈ
  • છાછર ગામે RSS કાર્યકરો પર થયેલા હુમલાના વિરોધમાં રેલી
  • વિશાળ રેલી યોજીને મામલતદારને આવેદન પાઠવ્યું

ગીર સોમનાથ: કોડીનાર તાલુકાના છાછર ગામે બે દિવસ પૂર્વે રામ મંદિર નિર્માણ માટે નિઘિ એકત્ર કરવા ગયેલા RSSના 5 જેટલા કાર્યકરો પર ચોક્કસ કોમના લોકોએ હુમલો કરેલો હોવાની ઘટના બની હતી. જે અંગે પોલીસે ગુનો નોંઘી કાર્યવાહી હાથ ઘરી છે. આ ઘટનાના વિરોઘમાં આજે અડઘો દિવસ હિન્‍દુ સંગઠનોએ કોડીનાર શહેર અને તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારો બંધ રાખવાની જાહેરાત કરી હતી. જેના પગલે આજે સવારથી કોડીનાર શહેર જડબેસલાક બંધ હતું. જ્યારે તાલુકાના ગીર દેવળી, ડોળાસા, ઘાંટવડ, આલીદર સહિતના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારો સ્‍વયંભુ રીતે અડઘો દિવસ જડબેસલાક બંધ રહ્યાં હતા. આ બંધ સવારથી બપોર સુધીનું હોય જેમાં સમગ્ર કોડીનાર શહેર અને પંથક સ્‍વયંભુ જોડાયાનો નજારો સર્વત્ર જોવા મળતો હતો. શહેર હોય કે ગ્રામ્‍ય કયાંય પણ એક પણ દુકાનના શટર ખુલ્લા ન હતા.

રેલી
રેલી

કોડીનાર શહેરે સજ્જડ બંધ પાળ્યું

છાછરની ઘટનના વિરોધમાં બપોરે કોડીનાર શહેરમાં સોમનાથ મંદિરના પટાંગણમાં વિહિપ, આરએસએસ સહિત હિન્‍દુ સમાજના આગેવાનો મોટીસંખ્‍યામાં એકત્ર થયા હતા, ત્‍યારબાદ કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરી વિઠલાણી, યાર્ડના ચેરમેન સુભાષ ડોડીયા, કરણી સેનાના વિજયસિંહ જાદવ, સુરસિંહ મોરી, વિજય ખખ્‍ખર, ભાવેશ કામદાર, ચિરાગ મોરી સહીતના તમામ સમાજના આગેવાનોની હાજરીમાં મૌન રેલી નિકળેલી જે વિવિધ માર્ગો પરથી પસાર થઇ મામલતદાર કચેરીએ પહોંચી હતી. જ્યાં આગેવાનોએ મામલતદાર અને પીઆઇને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં હિન્‍દુ સમાજના લોકો સ્‍વયંભુ જોડાયા હતા.

મામલતદારને આવેદન
મામલતદારને આવેદન

આગેવાનોએ ઘટનાને વખોડી

આગેવાનોએ છાછરની ઘટનાને ઘટનાને સખ્‍ત શબ્‍દોમાં વખોડી કાઢી આરોપીઓને કડકમાં કડક સજા થાય અને ભવિષ્‍યમાં આવી ઘટના ફરી ન બને તે માટે ઘટતી કાર્યવાહી કરવા આવેદન પત્રમાં માંગણી કરવામાં આવી હતી. તો બીજી તરફ છાછરની ઘટનાને લઇ ભારેલા અગ્‍ન‍િ જેવી પરિસ્‍થ‍િતિને ઘ્‍યાને લઇ પોલીસે પણ ચુસ્‍ત બંદોબસ્‍ત છાછરમાં ગોઠવ્‍યો હોવાનું જાણવા મળ્યું છે.

કોડીનાર
કોડીનાર
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.