જૂનાગઢની ઈક્વિટાસ બેન્કના બ્રાંચ મેનેજરે કરી 1.30 કરોડની ઉચાપત
Breaking

જૂનાગઢની ઈક્વિટાસ બેન્કના જૂનાગઢ શાખાના મેનેજરે રૂપિયા 1.30 કરોડની ગોલમાલ કરતા જૂનાગઢ બી ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરી છે. પાછલા ચાર મહિના દરમિયાન બેંકનું કુલ વોલેટ વધી જતા સુનિલ ઘોષે બેંકની હેડ ઓફિસ ચેન્નાઇ ખાતે ઈમેલ દ્વારા જાણ કરીને આ રકમને અન્યત્ર મોકલવાની માગ કરી હતી, ત્યારે બેંકના કર્મચારીઓ રોકડ રકમ લેવા માટે જૂનાગઢ બેંકની શાખામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

  • રિજનલ જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવતાં કરવામાં આવી ધરપકડ
  • 1.30 કરોડ જેટલી ચલણી નોટો મળી આવતા નોંધાઈ પોલીસ ફરિયાદ
  • પૂછપરછ દરમિયાન સુનિલ ઘોષે સમગ્ર ગુનાની કરી કબૂલાત
    ઈક્વિટાસ બેન્કના જનરલ મેનેજરે કરી 1.30 કરોડની ઉચાપાત

જૂનાગઢ: ઝાંઝરડા રોડ પર આવેલી ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંકના જૂનાગઢ શાખાના મેનેજર સુનિલ ઘોષે બેંકને 1.30 કરોડનો ચૂનો લગાવતા તેની વિરુદ્ધ રિજનલ જનરલ મેનેજર હિમાંશુ ભરખડાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જૂનાગઢ બી ડિવિઝન પોલીસે સુનિલ ઘોષની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસની પૂછપરછ દરમિયાન સુનિલ ઘોષે સમગ્ર કારસ્તાન પોતે આચર્યું છે તેનો સ્વીકાર કરી લેતાં પોલીસે સમગ્ર મામલાને ગંભીર માનીને વધુ તપાસ હાથ ધરી છે. પાછલા ત્રણ દિવસથી બેંકમાં નાણાકીય ઉચાપાત થઈ હોવાની ગતિવિધિઓ ચર્ચામાં જોવા મળતી હતી પરંતુ કોઈ નક્કર હકીકત નહીં મળતા સમગ્ર મામલો ગુચવાતો હતો. બેંકના જનરલ મેનેજરે વિધિવત પોલીસ ફરિયાદ દાખલ કરાવતા બેંકમાં રૂપિયાની ઉચાપાતનો કિસ્સો બહાર આવ્યો હતો.

ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક
ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક

આરોપી પોતાનું પાપ છુપાવવા રોકડને અન્ય જગ્યાએ ખસેડવા માંગતો હતો

સમગ્ર બેંક કૌભાંડનો આરોપી અને સૂત્રધાર જૂનાગઢ બેન્કનો મેનેજર સુનિલ ઘોષ પોતાનું કારસ્તાન છુપાવવા માટે બેંકની આંખોમાં ધૂળ નાંખી રહ્યો હતો. જેના ભાગરૂપે તેમણે બેંકની વડા કચેરી ચેન્નાઇ ખાતે ઈ-મેલ કરીને બેંકનું વોલેટ લિમિટ કરતાં વધી જતા આ રકમને અન્ય બેંકમાં કે અન્ય સ્થળ પર ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી. જેને લઇને ચેન્નાઈ સ્થિત બેંકની વડા કચેરીના કેટલાક કર્મચારીઓ જૂનાગઢ ઝાંઝરડા રોડ પર આવેલી ઈક્વિટાસ બેન્કમાં જમા રકમને અન્ય સ્થળે મોકલવા માટેની કામગીરી માટે આવ્યા હતા. જેની તપાસમાં બેંકના કુલ વોલેટની રકમ 1.57.46.280માંથી 1 કરોડ 30 લાખની બાળકોને રમવા માટેની ચલણી નોટો જોવા મળતા બેંક કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા અને સમગ્ર મામલાને લઈને રીજનલ જનરલ મેનેજરને તાબડતોબ સુરતથી જુનાગઢ બોલાવ્યા હતા ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.