જૂનાગઢના 5થી 11 વર્ષના બાળકોએ સ્કેટીંગ કરી ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું
Junagadh

જૂનાગઢના 5થી 11 વર્ષના બાર બાળકોએ સતત છ કલાક સુધી સ્કેટીંગ કરીને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. જૂનાગઢ ચોબારી ફાટક નજીક યોજાયેલી આ સ્પર્ધામાં જૂનાગઢ શહેરના 12 જેટલા બાળકોએ ભાગ લઈને પોતાના સ્કેટીંગ અંગેના કૌતક દેખાડ્યા હતા.

  • જૂનાગઢના 12 બાળકોએ છ કલાક સુધી કર્યું સ્કેટિંગ
  • છ કલાક સુધી સ્કેટીંગ કરનારા 12 બાળકોના નામ ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં દર્જ કરાયા
  • ખેલ મહાકુંભમાંથી પ્રેરણા મેળવીને જૂનાગઢનું નામ કર્યું રોશન

જૂનાગઢ: જિલ્લાના 12 જેટલા બાળકોએ સતત છ કલાક સુધી સ્કેટીંગ કરીને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. જૂનાગઢના ચોબારી ફાટક નજીક આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે સાડા પાંચ કલાકથી આ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી, જે સવારે 11:30 કલાકે પૂર્ણ કરવામાં આવી હતી. શહેરના શ્રીનાથજી પાર્કમાં સ્પર્ધકોની સાથે તેમના વાલીઓ અને તેમની સાથે અભ્યાસ કરતાં તેમના મિત્રોએ પણ હાજરી આપી હતી અને આ જે નાના બાળકો ખુમારીથી સ્કેટિંગ સતત કરતા જોવા મળી રહ્યા હતા. તેનો ઉત્સાહ વધારવા માટે પણ વાલીઓ અને તેમના મિત્રોની હાજરી ખૂબ અસરકારક બનતી જોવા મળી હતી. સતત છ કલાક સુધી વિરામ લીધા વગર સ્કેટીંગ કરવું તે એક સિદ્ધિ ચોક્કસ ગણી શકાય અને પાંચ વર્ષનું બાળક સતત છ કલાક સ્કેટીંગ વ્હિલ પર ચાલતું જોવા મળે તેને જોવાનો લાહવો હતો. જેને બાળકોના વાલીઓ અને તેમના મિત્રોએ છ કલાક સુધી ઉઠાવ્યો હતો.

જૂનાગઢ
જૂનાગઢ
સ્કેટીંગ
સ્કેટીંગ

ખેલ મહાકુંભથી આ સ્પર્ધાનું આયોજન કરવાની મળી પ્રેરણા

સમગ્ર સ્પર્ધાનું આયોજન કરનારા કીર્તિ ધાનાણીએ સ્પર્ધા અંગે Etv ભારત સમક્ષ વાત કરતાં જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ દ્વારા સ્પર્ધાનું આયોજન કરવાનું તેમને પ્રેરણા મળી છે. વડાપ્રધાન મોદી પણ ગ્રામ્ય કક્ષાએ રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તેને માટે નાના નાના આયોજન કરવા અંગે સતત ચિંતિત જોવા મળે છે, ત્યારે જૂનાગઢમાં આ જ પ્રકારનું સ્કેટીંગનું આયોજન કરીને દરેક વ્યક્તિ રમતગમત પ્રત્યે જાગૃત થાય અને કોઈપણ રમતનું સ્થાનિક કક્ષાએ આયોજન કરવામાં આવે અને તેમાં સ્થાનિક ખેલાડીઓને જોડવામાં આવે તો પ્રત્યેક બાળકમાં છુપાયેલી રમતગમતની વિશેષ આવડત ચોક્કસપણે બહાર આવતી જોવા મળે છે. જેને ધ્યાને રાખીને આ પ્રકારનું જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5થી લઇને 11 વર્ષ સુધીના બાળકોએ સ્કેટીંગ કરીને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવામાં સફળતા મેળવી હતી.

જૂનાગઢના બાળકોએ સ્કેટીંગ કરી ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.