ભુજ પાલિકાના વોર્ડ નં-11ના ભાજપના ઉમેદવારો દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને તમામ પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ત્યારે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણીના પ્રચાર અર્થેના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
- વોર્ડ નંબર-11ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
- પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
- સ્થાનિક લોકો તેમને જંગી બહુમતીથી જીતાડશે એવી આશા
ભુજ : નગરપાલિકાના વોર્ડ નં.-11ના ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણીના પ્રચાર અર્થેના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાજકીય નેતાઓ ઉમેદવારો સ્થાનિક લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજ નગરપાલિકાના વોર્ડ નં.-11ના ભાજપના ઉમેદવારો બિંદીયાબેન ઠક્કર, ક્રિષ્નાબા જાડેજા, ધર્મેશભાઈ જોશી અને અશોક પટેલે અહીંના સ્થાનિક લોકો તેમને જંગી બહુમતીથી જીતાડશે એવી આશા વ્યક્ત કરી હતી.
ભાજપના કાર્યાલયનું ઉદઘાટન