ઉતર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે વિસનગરમાં સી.આર.પાટીલનો રોડ શો યોજાયો
વિસનગરમાં

મહેસાણામાં સી.આર. પાટીલે યોજેલી રેલીમાં વિસનગરના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે જોડાયા હતા. આ રેલી દરમિયાન એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

  • વિસનગરમાં સી.આર.પાટીલનો રોડ શો યોજાયો
  • પ્રદેશ ભાજપ અધ્યક્ષે ભાજપ માટે મતદારોને મતદાન કરવા આહ્વાન કર્યું
  • રેલી દરમિયાન એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

મહેસાણા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી પ્રચાર માટે સી.આર.પાટીલનો વિસનગર પ્રવાસ આયોજિત કરી વિસનગરના ગુંજા ગામે હેલિપેડથી બાઈક રેલીનું આયોજન કરાયું હતું. સી.આર.પાટીલે રેલીનું પ્રસ્થાન કરાવી વિસનગર શહેરમાં ચૂંટણી પ્રચાર કર્યો છે. જેમાં વિસનગરના ધારાસભ્ય અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરનારા જિલ્લા પંચાયત તાલુકા પંચાત અને નગરપાલિકાના ઉમેદવારો જોડાયા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષે મતદારોનો વિશ્વાસ જીતવા પ્રયાસ કરતા ભાજપ માટે મતદારોને મતદાન કરવા આહ્વાન કર્યું છે.


ભાજપના ચૂંટણી પ્રચારમાં ટ્રાફિક અને કોરોનાના નિયમો નેવે મુકાયા

સી.આર.પાટીલની રેલીમાં ટ્રાફિક નિયમોનો અને કોરોના ગાઈડ લાઈનનો ભંગ થયો હતો. ત્યાં ચૂંટણી આયોગના નિયમોને પણ નેવે મુકવામાં આવ્યાં હતા. આ રેલી દરમિયાન 55 વર્ષીય એક વ્યક્તિ વાહનમાંથી કોઈ કારણસર રોડ પર પટકાતા ગંભીર રીતે ઈઝાગ્રસ્ત થયા હતા. જેમને વિસનગર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પણ તેમની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલ મળ્યા છે.

પાટીલની પહેલી રેલી વિસનગરમાં યોજાઈ
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.