
માળિયાના નવલખી પોર્ટ ખાતે ગાડી લોડિંગ કરવા બાબતે માથાકુટ થતા ત્રણ ઈસમોનો ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી આધેડને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જે બનાવ અંગે પોલીસે ત્રણ ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી છે.
- ત્રણ ઈસમો સામે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી
- ટ્રક લોડીંગ બાબતે થયેલી માથાકૂટમાં આધેડની હત્યા
- લોડિંગનું કામ સંભાળતા આધેડની છરીના ઘા ઝીંકી કરવામાં આવી હત્યા
મોરબી : શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા કિરીટસિંહ ભગવતસિંહ જાડેજા(ઉ.વ.40)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના ભાઈ દશરથસિંહ ભગવતસિંહ જાડેજા(ઉ.વ.45) નવલખી પોર્ટ ખાતે વાસુકી કોલમાં લોડિંગ કામ સંભાળતા હતા. જેમાં આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજા બંને સાથે લોડિંગ કરવા બાબતે ફોનમાં માથાકૂટ કરી અપશબ્દો બોલી તકરાર કરી હતી.
છરી વડેર જીવલેણ ઘા મારી મોત નિપજાવ્યું
આ બાબતનું મનદુઃખ રાખી આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજાના કહેવાથી આરોપી સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા નામના શખ્શે છરી વડે હુમલો કરી મોત નિપજાવ્યું છે. માળિયા પોલીસે ત્રણેય ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.