
મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ચુક્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર શરુ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કબ્જે કરવા માટે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે.
- મોરબીમાં સ્ટાર પ્રચારક પરસોતમ રૂપાલાને ભાજપે મેદાને ઉતાર્યા
- કોરોના કાળમાં સરકારની કામગીરીના મુદાને લઈને પ્રજા સામે જશુંઃ રુપાલા
- કોંગ્રેસના સુપડા મતદારો સાફ કરી ભાજપને ભવ્ય જીત અપાવશે
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાં મતદાન કરવા અપીલ
મોરબીઃ મહેન્દ્રનગર ગામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલાએ સભાને સંબોધી હતી અને ભાજપની યોજનાઓ વિષે સભામાં ઉપસ્થિત તમામને માહિતગાર કર્યા હતા. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોનાકાળમાં સરકારે કરેલા કામને લઈને લોકો વચ્ચે મત માગવા જશું તેમ જણાવ્યું હતું.
કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
પરસોતમ રુપાલાએ કોંગેસ પર પ્રહાર કર્યા હતા અને રાહુલ ગાંધીને આડેહાથ લઈને જણાવ્યું હતું કે ગુજરાતના વેપારીનો શોષણ કરવાનો તમારો ઈરાદો ક્યારેય પાર પાડવા નહિ દઈએ અને સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસના સુપડા મતદારો સાફ કરી ભાજપને ભવ્ય જીત અપાવશે.