મોરબીમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ કરનારો ઝડપાયો
માળિયામાં

મોરબીના એક પંથકમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ માળિયા પોલીસે તપાસ ચલાવી હતી, જેમાં ડીએનએ સેમ્પલ મારફતે પોલીસે આરોપીનું પગેરૂ મેળવી આરોપીને ઝડપી પાડ્યો છે.

  • ઉનાળામાં અગાસી પર સૂવા આવતા પાડોશીઓની કરાઈ પૂછપરછ
  • માનસિક અસંતુલિત યુવતી સાથે અજાણ્યા સખ્સે આચર્યું હતું દુષ્કર્મ
  • બાળક સાથે આરોપીના ડીએનએ મેળવતા મળ્યું આરોપીનું પગેરૂ

મોરબીઃ જિલ્લાના એક પંથકમાં દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જેમાં ભોગ બનનારી યુવતીના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેની બહેન માનસિક અસંતુલિત હોય જેની સાથે અજાણ્યા ઈસમેં બળજબરીથી અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરી સાડા પાંચથી છ મહિનાનો ગર્ભ રાખી દીધો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સૂચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ માળિયા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચૂડાસમાની ટીમે છ શંકાસ્પદની ઉલટ તપાસ અને પૂછપરછ કરી હતી. તેમ જ આરોપીના ડીએનએ પૃથક્કરણ કર્યા બાદ આરોપીનું પગેરું મેળવવામાં પોલીસને સફળતા મળી હતી અને દુષ્કર્મ આચરનાર નરાધમ અબ્દુલ હાજી કાજેડીયા નામના 21 વર્ષના શખસને માળિયા પોલીસ ટીમે દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયામાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ કરનારો ઝડપાયો

માળિયા પોલીસે આરોપી સામે તપાસ ચલાવી હતી

માળિયા પોલીસે યુવતી સાથે દુષ્કર્મ કેસમાં તપાસ ચલાવી હતી. જેમાં ઉનાળાની સિઝનમાં અગાસી પર પાડોશીઓ ક્યારેક સૂતા હોવાની માહિતી મળતા પોલીસે શંકાસ્પદ સુભાન હાજી કાજેડિયા, ગફુર હાજી કાજેડિા, અબ્દુલ હાજી કાજેડિયા, લતીફ કરીમ કાજેડિયા, હસન કરીમ કાજેડિયા અને તાજમહમદ અબ્બાસ બાબરિયાની પૂછપરછ કરી હતી.

બાળક સાથે આરોપીના ડીએનએ મેળવતા મળ્યું આરોપીનું પગેરૂ

માળિયા પોલીસ ટીમે છ શંકાસ્પદ રાત્રિના અગાસીએ સૂવા આવતા હોય જેની પૂછપરછ કરી હતી. જો કે, પોલીસને કોઈ સફળતા મળી ન હતી ત્યારે શકમંદોના ડીએનએ સેમ્પલ લેવડાવી પૃથક્કરણ કર્યું હતું, જેમાં આરોપી અબ્દુલ હાજી કાજેડિયાને ડીએનએ બાળક સાથે મેચ થતા આરોપીની સઘન પૂછપરછ કરતા ગુનો કબૂલી લેતા આરોપીની અટકાયત કરવામાં આવી છે.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2019 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2019 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.