કિમ્બુવા નજીક વડ નીચેથી 100 જેટલા મૃત કાગડાના મળી આવ્યા
કિમ્બુવા

સરસ્વતી તાલુકાનાં કિમ્બવા પાટીયા નજીક આવેલા વિશાળ વડની નીચે મંગળવારે આશરે 100 જેટલા કાગડાના મૃતદેહ મળી આવતાં સ્થાનિક લોકોએ અબોલા જીવો પ્રત્યે દુ:ખની લાગણી વ્યકત કરી હતી. આ ઘટનાને પગલે ટીડીઓ, વન વિભાગ અને પાલનપુરનાં સેમ્પલ વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને એક સાથે મોતને ભેટેલા 100 જેટલા કાગડાઓનું કયા કારણે મોત થયું છે તેની સઘન તપાસ હાથ ધરી છે.

  • ઘટનાને લઈ જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ
  • વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
  • બર્ડફલુથી મોત થયું હોવાની આશંકાઓ
  • વડલા નીચેજ કાગડાઓના મૃતહેહોને દફન કરાયા

પાટણઃ જિલ્લાના સરસ્વતી તાલુકાનાં કિમ્બુવા ગામના પાટીયા નજીક આવેલ વિશાળ વડલા ઉપર હજારો કાગપક્ષીઓ પોતાનો આશ્રય લેતા હોય છે. મંગળવારે વહેલી સવારે આશરે 100 જેટલા કાગપક્ષીઓના મૃતદેહો વડલા નીચે મળી આવ્યાં હતા અને અહીંથી પસાર થતા લોકોની નજરે પડતા લોકોમાં હડકંપ મચી ગયો હતો. આ બનાવ અંગેની જાણ તંત્રને થતાં ટીડીઓ, પાટણ વનવિભાગ અને પાલનપુરની સેમ્પલ કચેરીની ટીમના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાગપક્ષીઓના મોતની પ્રાથમિક તપાસમાં કોઈ મૃત જાનવરે ખોરાક બનાવ્યા બાદ તેના ઝેરી જીવાણુઓની અસરથી અથવા તો બર્ડફ્લુની બીમારીને કારણે મૃત્યુ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

અધિકારીઓએ કાગડાઓના મોતનું કારણ જાણવા સેમ્પલ ભોપાલ મોકલ્યાં

કાગપક્ષીઓના આ મોત અંગે પાલનપુરની સેમ્પલ ટીમના અધિકારીઓએ સાત જેટલા મૃત કાગડાઓને લેબોરેટરી ચકાસણી માટે ભોપાલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. અન્ય મૃત કાગડાઓને વડલા નીચે જ છ ફૂટ ખાડો ખોદી તેમની દફનવીધી કરવામાં આવી હતી. જો કે આ ઘટના અંગે લોકોમાં અબોલ પક્ષીના મોતને લઈ દુઃખની લાગણી જોવા મળી હતી.

વડલા નીચેજ કાગડાઓના મૃતહેહોને દફન કરાયા
વડલા નીચેજ કાગડાઓના મૃતહેહોને દફન કરાયા
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.