
પોરબંદર નગરપાલિકા તથા જિલ્લા/તાલુકા પંચાયત ચૂંટણી 2021 અન્વયે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રૂટમા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેવા હેતુથી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો તથા SRPના જવાનો સાથે પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ તથા વાહન દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું.
- પોલીસે વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું
- ચૂંટણી દરમિયાન રહેશે પોલીસનો કડક બંદોબસ્ત
- કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ન કથળે તે માટે યોજાઈ ફ્લેગ માર્ચ
પોરબંદર : પોલીસ અધિક્ષક, પોરબંદરની સૂચના આધારે તથા જે. સી. કોઠીયા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેરનાઓ સાથે નગરપાલિકા તથા જિલ્લા/તાલુકા પંચાયત ચૂંટણી 2021 અન્વયે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રૂટમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેવા હેતુથી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો તથા SRPના જવાનો સાથે પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારો જેવા કે, ધરમપુર ગામ વિસ્તાર, રાંઘાવાવ ગામ, દિગ્વિયગઢ ગામ, વનાણા ગામ, ધનલક્ષ્મી સોસાયટી વિસ્તાર, સીતારામનગર સોસાયટી વિસ્તાર, આંબેડકરનગર સોસાયટી વિસ્તાર, ત્રિકમાચાર્ય શાળા વિસ્તાર વગેરે વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ તથા વાહન દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું.

પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાઈ ફ્લેગ માર્ચ
આ ઉપરાંત પોલીસ સ્ટેશનના વિવિધ રાજીવનગર સોસાયટી વિસ્તાર, આશાપુરા ઘાસ ગોડાઉન, મફતીયાપરા, રોકડિયા હનુમાન પાછળની સોસાયટી વિસ્તાર, સુરૂચી શાળા પાસેનો સોસાયટી વિસ્તાર, કર્મચારી સોસાયટી વિસ્તાર, ખાપટ ગામ, જ્યૂબેલી વિસ્તાર, બોખીરા દાંડીયા રાસ ચોક વિસ્તાર, બોખીરા તુંબડા વિસ્તાર, બોખીરા કે. કે. નગર વિસ્તાર, નારાયણ નગર સોસાયટી વિસ્તાર, કોલીખડા ગામમાં ફુટ પેટ્રોલિંગ તથા વાહન દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.