
સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત હવે કોંગ્રેસે પણ એડીચોટીનું જોર લગાવ્યું છે, જે અંતર્ગત કોંગ્રેસ કેન્દ્રીય સમિતિના પૂર્વ સેક્રેટરી તેમજ રાજ્ય સભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રીએ સાબરકાંઠાના ઇડરના દેશોતર ગામ ખાતે સભા સંબોધી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં
- પૂર્વ કેન્દ્રીય કોંગ્રેસ સમિતિના સેક્રેટરી મધુસુદન મિસ્ત્રીએ યોજી જાહેર સભા
- મધુસુદન મિસ્ત્રીએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર
સાબરકાંઠા : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે કોંગ્રેસે પણ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે શનિવારના રોજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બેઠકો પર પ્રચાર શરૂ કર્યો છે. આ અંતર્ગત સાબરકાંઠાના ઇડરની કેશરપુરા જિલ્લા પંચાયત બેઠક પર પૂર્વ કેન્દ્રીય કોંગ્રેસ સમિતિના સેક્રેટરી તેમજ રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી જાહેર સભા સંબોધી હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોમાં શનિવારથી કોંગ્રેસે છેવાડાના માનવી સુધી પહોંચવાના પ્રયાસ અંતર્ગત પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે પ્રથમ તબક્કામાં કેન્દ્રીય પ્રધાન સહિત કોંગ્રેસ સમિતિના સેક્રેટરી રહી ચૂકેલા મધુસૂદન મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને જાહેર સભા સંબોધવામાં આવી હતી.
મધુસૂદન મિસ્ત્રીએ કેન્દ્રીય કક્ષાએ સરકારની તકલીફો અંતર્ગત વાત કરી
મધુસૂદન મિસ્ત્રીએ આ તબક્કે ગુજરાતના સ્થાનિક મુદ્દાઓની જગ્યાએ કેન્દ્રીય કક્ષાએ સરકારની તકલીફો અંતર્ગત વાત કરી હતી. પૂર્વ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, સરકાર પાસે હાલના તબક્કે બુલેટ પ્રુફ જેકેટ ખરીદવાની તૈયારી નથી. આપણો મતને કોંગ્રેસ અંતર્ગત સ્થાનિક તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતને અપાશે.
