1 માર્ચથી અમદાવાદથી હિંમતનગર સુધી દોડશે ટ્રેન
આગામી

આગામી 1 માર્ચથી સાબરકાંઠા જિલ્લામાં રેલવે દ્વારા ટ્રેન શરૂ થવાના પરિપત્રના પગલે સાબરકાંઠા જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે, અઠવાડિયામાં સાત દિવસ રેલવે વ્યવહાર શરૂ થતાં સાબરકાંઠા જિલ્લામાં વિકાસની નવી ક્ષિતિજો ખુલશે તે નક્કી છે.

  • અમદાવાદથી હિંમતનગર સુધી દોડશે ટ્રેન
  • બે કલાક જેટલો સમય લેશે ટ્રેન
  • અસારવાથી હિંમતનગર સુધી 15 સ્ટોપ

સાબરકાંઠા જિલ્લામાં વિકાસની નવી ક્ષિતિજોને પહોંચી વળવા માટે છેલ્લા કેટલાક સમયથી બંધ પડેલી રેલવે લાઈન બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ આગામી 1 માર્ચથી શરૂ થવાના પગલે સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ સર્જાયો છે. જેમાં અઠવાડિયાના સાત દિવસ નિયમિત રૂપે રેલવે વ્યવહાર શરૂ થતાં જિલ્લામાં ખુશીનો માહોલ જામ્યો છે. જોકે, ટ્રેનોની સંખ્યા આગામી સમયમાં વધે તો જિલ્લામાં વધુ વિકાસની તકો વિસ્તરી શકે તેમ છે.

બે રાજ્યો વચ્ચે આ ટ્રેન એક સેતુરૂપ બની રહે તો નવાઈ નહીં

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ-હિંમતનગર રેલવે લાઈનને બ્રોડગેજમાં રૂપાંતર કરાયા બાદ 1 માર્ચથી નિયમિત સ્વરુપે અઠવાડિયામાં સાત દિવસ રેલ વ્યવહાર મળી રહેશે. જેમાં અસારવાથી હિંમતનગર સુધી વિવિધ 15 જેટલા રેલવે સ્ટેશન ઉપર લાભ મેળવી શકાશે. સાથોસાથ અસારવાથી શરૂ થયેલી ટ્રેન આગામી સમયમાં ઉદેપુર સુધી લંબાવવાની યોજના વિકાસની નવી ક્ષિતિજો સુધી પહોંચી શકે તેમ છે. જોકે ઉદેપુર સુધી ચાલી રહેલા ગેસ પરિવર્તનને પગલે બે રાજ્યો વચ્ચે આ ટ્રેન એક સેતુરૂપ બની રહે તો નવાઈ નહીં. હાલમાં બજેટની સંપૂર્ણ પારણી થયા બાદ આગામી એક વર્ષ સુધીમાં સમગ્ર લાઇન શરૂ થાય તેવી સંભાવનાઓ છે.

બે રાજ્યો વચ્ચે સેતુરૂપ ટ્રેન

સાબરકાંઠાના હિંમતનગરથી અસારવા સુધીની ટ્રેન આગામી એક માર્ચથી શરૂ થવા જઈ રહી છે જોકે બજેટમાં ફાળવાયેલી રકમનો અનુસાર આગામી સમયમાં ઉદયપુર સુધી ટ્રેન વ્યવહાર ગેસ પરિવર્તન થયા બાદ શરૂ કરવામાં આવનાર છે જેના પગલે ગુજરાત તેમ જ રાજસ્થાન વચ્ચે સેતુરૂપ બની રહેશે જોકે વિકાસથી વંચિત આ વિસ્તારમાં ધંધા, રોજગારનો પણ વિકાસ યથાવત રીતે વધી શકે તેમ છે.

મુંબઈની કલ્પનાને સાકાર સ્વરૂપ

હિંમતનગરથી દિલ્હી તેમજ મુંબઈ સુધી જવા માટે આગામી સમયની કલ્પનાને સાકાર સ્વરૂપ મળતું હોય તેમ અમદાવાદ અસારવાથી શરૂ થયેલી બેન્ડ હિંમતનગર સુધી પહોંચે છે જોકે ઉદેપુર થઈ દિલ્હી અને દિલ્હીથી મુંબઇ માટે નેશનલ હાઈવે નંબર.8ને જોરદાર બની રહી છે. જોકે દિલ્હીથી શરૂ થનારી ટ્રેનનો લાભ આગામી સમયમાં હિંમતનગરને મળી શકે તેમ છે.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.