
આગામી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ આવી રહેલી સ્થાનિક સ્વરાજની વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને કાયદો અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા વલસાડ શહેરમાં આજે શનિવારે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
- કાયદો, વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ
- વલસાડ શહેરના વિવિધ વિસ્તારમાં વાહનોમાં પોલીસ ફરી
- ચૂંટણી દરમિયાન કોઈ ઘટના ન બને તે હેતુથી ફ્લેગમાર્ચ
વલસાડ: જિલ્લામાં આગામી તરીખ 28 ફેબ્રુઆરીના રોજ આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા અને તે બાદ પરિણામના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુસર સુરક્ષાને અનુલક્ષી ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું હતું. વલસાડ સિટી પોલીસ મથકથી વિવિધ પોલીસના વાહનોમાં સવાર પોલીસ કર્મીઓના વાહનોનો કાફલો પોલીસ સાયરન સાથે સમગ્ર શહેરમાં નીકળ્યો હતો.
પોલીસ સાયરન સાથે નીકળેલો કાફલો સમગ્ર શહેરમાં ફર્યો
આજે શનિવારે સવારે સિટી પીઆઇ વી.ડી.મોરી અને એસ.આર.પી જવાનો સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનથી વલસાડના આઝાદચોક ભાગડાવાડા કોસંબા અને તિથલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચનુ આયોજન કરાયું હતું.
ચૂંટણીને લઈને પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવી
આગામી દિવસમાં આવી રહેલી ચૂંટણીને લઈને પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવી છે. આજે શનિવારે વલસાડ શહેરમાં પોલીસ કાફલાએ આ ફ્લેગમાર્ચનું આયોજન કર્યું હતું.