
ઉમરગામ નગરપાલિકામાં ભાજપના જ નારાજ કાર્યકરો અપક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે વૉર્ડ નંબર 1 અને 2 માં અનેક સમસ્યાઓ હોવા છતાં ભાજપે સ્થાનિક લોકોને નારાજ કરી અન્ય ઉમેદવારોને ટિકિટ ફાળવતા ભાજપના કાર્યકરો અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યા છે. આ બંને વૉર્ડમાં ભાજપને ભાજપના જ કાર્યકરો ભારી પડશે.
- નારાજ કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
- ભાજપે અન્ય કાર્યકરોને ટિકિટ આપી
- માછીમારોની સમસ્યા માછીમારો
વલસાડઃ ઉમરગામ નગરપાલિકામાં વૉર્ડ નંબર 1 અને 2 સૌથી વધુ માછી મતદારો ધરાવતો વૉર્ડ હોવા છતાં અહીં માછીમારો માટે અગત્યની એવી જેટીનું કામ થયું નથી. એ ઉપરાંત પણ બીજી અનેક સમસ્યાઓથી મતદારો ત્રસ્ત છે. જેને દરેક સમસ્યાઓથી છુટકારો અપાવવા ખુદ ભાજપના જ ટિકિટથી વંચિત રહેલા કાર્યકરોએ અપક્ષ તરીકે નગરપાલિકાની ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. 28મી ફેબ્રુઆરીએ ઉમરગામ નગરપાલિકાની ચૂંટણી યોજાશે. જેને લઇ પાલિકા વિસ્તારમાં રાજકીય પક્ષો અને સ્વતંત્ર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ઉમરગામ નગરપાલિકાના વૉર્ડ નંબર એક અને 2માં સૌથી વધારે શિક્ષિત મતદારો હોવા છતાં આ વૉર્ડ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે.
વૉર્ડ નંબર 1 અને 2માં ભાજપની પેનલ સામે ભાજપના નારાજ કાર્યકરો
વૉર્ડ નંબર 1 અને 2માં ભાજપની પેનલ સામે ભાજપના નારાજ કાર્યકરો એવા આશિષ તન્ના અને જીગ્નેશ ગાંધી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ વિસ્તારમાં સૌથી મહત્વની સમસ્યા માછીમારો માટે મ છે. છેલ્લા 15 વર્ષથી અહીં જર્જરિત જેટી છે. જેના સ્થાને નવી જેટી માટે સ્થાનિક ધારાસભ્યને, સાંસદને, મેરિટાઇમ બોર્ડમાં અનેક રજૂઆતો કર્યા બાદ પણ પરિણામ શૂન્ય છે.
પ્રજાલક્ષી સેવા કરતા કાર્યકરોને ટિકિટ આપી નથી
આ વખતના ચૂંટણી જંગમાં ભાજપના કાર્યકર આશિષ તન્નાએ ટિકિટ માગી હતી. જેને ભાજપે ટિકિટ નહિ ફાળવીને બીજા ઉમેદવારોને ટિકિટ આપી છે. જેની સામે નારાજ કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અપક્ષ કાર્યકરોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં તેઓ વર્ષોથી પ્રજાલક્ષી સેવા કરતા આવ્યાં છે. તેમ છતાં તેમને ટિકિટ આપી નથી.
ભ્રષ્ટાચારથી મતદારોમાં રોષ
મતદારો પણ ગત ટર્મમાં થયેલા કામથી નાખુશ છે. જર્જરિત જેટી, ઠેરઠેર ગટર માટે રસ્તાઓ પર ખોદવામાં આવેલા ખાડાઓ, કામમાં આચરતા ભ્રષ્ટાચારથી લોકો નારાજ છે. તેઓને તેમના કામો કરે સારા કામ કરે તેવા ઉમેદવારની તાતી જરૂર છે.
અપક્ષ પેનલ ભાજપ પર ભારી
ઉલ્લેખનીય છે કે, વૉર્ડ નંબર 1 અને 2 આરોગ્યને લગતી સેવાઓનો અભાવ છે. સ્વચ્છતા, ગટરના પ્રશ્નો છે. સાથે સાથે ભાજપમાં જ આંતરિક ખટપટો ચાલે છે, ત્યારે ગત ટર્મની જેમ આ ટર્મમાં પણ ભાજપ કદાચ વોર્ડ નંબર 1 અને 2માં પોતાની જીત મેળવી સફળ થવાને બદલે અપક્ષ બાજી મારી જશે તેવું રાજકીય પડિતોનું માનવું છે.